________________
૩૦ ]
ધ બિન્દુ
III લાભ :–સંસારમાં જે જે અનથ થાય છે તેમાંના ઘણાખરા આ લેાભની વૃત્તિને લીધે જ થાય છે એમ કહેવામાં જરાપણ
અસત્ય નથી.
મનુષ્ય કેટલીક વસ્તુએ ને ‘મારી' માની લીધેલી છે; અને તેનાથી જુદા પડવું તે પ્રાણથી જુદા પડવા કરતાં પણ વધારે કષ્ટકારી લાગે છે. ધન તે તેમાંની મુખ્ય વસ્તુ છે. તે મેળવવા ગમે તેવાં કુકૃત્ય કરતાં મનુષ્ય જરા પણ આંચકા ખાતા નથી; કારણ કે સ'સારના સર્વ બાહ્ય વૈભવ, તે વસ્તુ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે; અહિં ધન ખાટુ' છે એમ કહેવાના આશય નથી. પરંતુ લેાભની વૃત્તિ કે જે મનુષ્યને અન્યાય માર્ગે પણ દેરે છે તે વૃત્તિ અડુ પીડાકારી છે. તે વૃત્તિ આત્માના સર્વે ગુણુ આચ્છાદિત કરી શકે એટલુ` સામર્થ્ય ધરાવે છે.
3
તમે કોઈ મજુર પાસે અમુક પ્રકારનું કાર્ય કરાવરાવ્યું, હવે તે કાના પ્રમાણમાં ન્યાય રીતે તેને ચાર આના તમારે આપવા જોઇએ, પણ લાભને વશ થઈ તમે તેને સાડાત્રણ આના આપ્યા. આમાં નુકશાન કેને થયુ' ? જરા શાન્ત મનથી વિચાર કરતાં જણાશે કે તે મજુરને તા ફક્ત મેં પૈસાનું જ નુકશાન થયું પણ તમારામાંથી જે ન્યાયતત્ત્વ નાશ પામ્યું તેની ખરાબરી તે ખે પૈસા કરી શકે તેમ છે ? જે ન્યાયતત્ત્વથી મનુષ્ય સત્ય અને અસત્ય વચ્ચેના ભેદ પારખી શકે છે તે આ પ્રમાણે લેાભ વૃત્તિથી નાશ પામે છે.
ટીકાકાર નીચે પ્રમાણે લેાભની વ્યાખ્યા આપે છે :दानार्हेषु स्वधनाप्रदानमकारणपरधनग्रहणं वा लोभः ।।
• જે પુરૂષા દાનને યેાગ્ય છે. તેમને પેાતાનું ધન ન આપવું, અને નિષ્કારણુ અન્યનું ધન લેવું, તેનું નામ લાભ,