________________
અધ્યાય-૧
( [ ૩૧. ' આ શબ્દમાં ભવૃત્તિનાં બે અનિષ્ટ પરિણામ બતાવ્યાં. જે સુપાત્ર છે તેને વિશે છતી શક્તિએ દાન કરતાં અટકાવનાર વૃત્તિ તે લોભ છે. તેમજ બીજાનું ધન પચાવી પાડવાની, અન્યાય રીતીથી લઈ લેવાની ઈચછા તે પણ લેભ છે.
લેભી મનુષ્ય સન્માર્ગે પોતાના ધનને વ્યય કરી શકતા નથી અન્યનું ધન લઈ લેવા મથે છે. માટે તે વૃત્તિને નિયમમાં રાખી ન્યાય વૃત્તિથી જે ધન મળે તેમાં સંતોષ માની યથાશક્તિ તેને સદુપયોગ કરે એજ હિતકર છે.
IV માન: પિતાને જે ડું ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેને સર્વાપણું માની પિતાને સૌના કરતાં ઉચ્ચ ગણવાની જે વૃત્તિ થાય છે તે માન,
જે લેકે અર્ધદગ્ધ હોય છે, એટલે જે થોડું ઘણું જાણે છે, તેમનામાં આવા વિચાર ઉત્પન્ન થવાને વધારે સંભવ છે. તેઓ પિતાના સંકુચિત જ્ઞાનને સમુદ્રરૂપ માને છે. અહંકારી મનુષ્ય બીજાને માન આપી શકતો નથી, તેમ બીજાને વિનય કરી શકતો નથી, તેમજ મારી લઘુતા થશે એમ વિચારી પિતાની શંકાઓનું પણ સમાધાન કરવા સમર્થ થતો નથી. વિનય વગરની વિદ્યા શોભતી નથી. કહ્યું છે કે,
विद्या विनयेन शोभते. વિદ્યા વિનયથી નમ્રતાથી જ શોભે છે.
અહંકારી મનુષ્ય ગમે તેટલે વિદ્વાન હોય તો પણ મણિવાળા સપની માફક લોક તેનાથી દૂર નાશે છે. હંમેશાં શિષ્યવૃત્તિ રાખવી, દરેક મનુષ્ય, દરેક બનાવે, દરેક પુસ્તક આપણને કાંઈ નહિ ને કાંઈ શિખવે છે, અને આપણું જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. કેવળ મનુષ્ય જ નહિ પણ જગતના પદાર્થો પણ આપણને ઘણું જ્ઞાન આપે છે. માટે જે જે સ્થળેથી જ્ઞાન પ્રાપ્ત થાય તે મેળવવા ચૂકવું નહિ,