________________
અધ્યાય-૧
[ ૨૯ સામા મનુષ્ય મારૂં બગાડ્યું તેથી તેનું બુરું કરવું, એ વિચાર ક્રોધથી ઉન્ન થાય છે. પણ ખરી રીતે વિચારીએ તે કઈ તારૂં બગાડનાર નથી. તે પૂર્વભવમાં ઉપાર્જન કરેલા કર્મ અનુસાર સુખ અથવા દુઃખ તને પ્રાપ્ત થાય છે અને બીજા પુરૂષો તો તેમાં નિમિત્ત માત્ર છે. આચાર પ્રદીપમાં કહ્યું છે કે --
सव्वो पुवकयाणं कम्माणं पावए फलविवागं । अवराहेसु गुणेसु अ निमित्तमित्तं परों होई ॥ १॥
સર્વ પુરૂષો પૂર્વે કરેલાં કર્મનાં ફળ ભોગવે છે; અપરાધમાં, તેમજ ગુણમાં બીજા તે નિમિત્ત માત્ર છે.
પિતે જ પિતાના કર્મનો કર્તા છે અને ભક્તા પણ છે. જે એમ હેય તે નિમિત્ત માત્ર જે બીજા પુરૂષો છે, તેવા સાથે ક્રોધ કરવાથી કંઈ લાભ નથી. તે તે કેવળ આત્માની અજ્ઞાન દશા સૂચવે છે. તે જ ગ્રન્થમાં અન્યત્ર કહ્યું છે કે જો મૂર્વ સુહાણ તથાdi
ક્રોધ સકળ દુઃખનું મૂળ છે. માટે તેને ત્યાગ કરી ક્ષમા વૃત્તિ ધારણ કરવી, અને સર્વ પર સમભાવ રાખો .
ગૃહસ્થ છે તે સામાન્ય રીતે સવથા ક્રોધને ત્યાગ ન કરી શકે માટે અહીંયા ટીકાકાર તેનું જુદું લક્ષણ જણાવે છે.
अविचार्य परस्यात्मनो वापायहेतुः क्रोधः
અવિચારથી ઉત્પન્ન થયેલી પરના તેમજ પિતાના દુઃખના. કારણભૂત જે વૃત્તિ, તે ક્રોધ.
ક્રોધને અગ્નિની ઉપમા આપવામાં આવી છે તે સાર્થક છે. અગ્નિ જે ઘરમાં ઉત્પન્ન થાય તેને પ્રથમ બાળે છે, અને જે દાબવામાં ન આવે તે સમીપના ઘરને પણ નાશ કરે છે. તે જ પ્રમાણે ક્રોધ જેનામાં ઉત્પન્ન થાય તેના આત્માનું અહિત કરે, અને જે તેને નિગ્રહ કરવામાં ન આવે તો પરનું પણ અહિત કરે છે, માટે આવી રીતે પોતાને તેમજ પરને દુઃખેઠારી ક્રોધ વૃત્તિને ત્યાગ કરવો.