________________
૨૮ ]
ધમબિન્દુ તેમને વિશ્વાસ કરતું નથી. રાજ્ય તરફથી પણ દંડ પામે છે, અને પરભવમાં અનેક દુઃખ ભેગવવાં પડે છે.
માટે સ્વદાર સંતોષ રાખવો એટલે પિતાની સ્ત્રીથી સંતુષ્ટ રહેવું. તેમાં પણ બહુ લુપી થવું નહિ, કારણ કે તેથી બળ તથા બુદ્ધિ નાશ પામે છે; બાળક ઉત્પન્ન થાય તે પણ નિર્બળ થાય છે, માટે ધીમે ધીમે તે કામવૃત્તિને નિગ્રહમાં રાખતાં શીખવુ જોઈએ, અને તેને માટે ગૃહસ્થાશ્રમ જેવી બીજી એક ઉત્તમ શાળા નથી. વસ્તુ પાસે હોવા છતાં, તેનાથી નહિ લેભાતાં તેની અસારતા નઅનુભવી ધીમે ધીમે તેના પાશથી મુક્ત થવું તેના જેવું બીજુ -શું ઉત્તમ કાર્ય હોઈ શકે ?
ગુલામ જ્યાં સુધી છુટ થાય નહિ, ત્યાં સુધી સેનાધિપતિ થઈ શકે નહિ. તેજ રીતે જે મનુષ્ય પિતાની અધમ પાશવવૃત્તિ એને તાબે છે ત્યાં સુધી કદાપિ તે સ્વતંત્ર થઈ બીજાને તાબે કરી શકે નહ. સ્નાયુ કસરતથી મજબૂત થાય છે. ટેવ અથવા વૃત્તિ અને લાલચ જે પ્રમાણમાં નિરંકુશ વતે છે તે પ્રમાણમાં બલિષ્ટ થાય છે. મનની શક્તિ અભ્યાસથી ખીલે છે. બલિષ્ટ વિકારે હોવા છતાં તેના પર મેળવેલે જય મનુષ્યને વીર બનાવે છે. કામવૃત્તિ મૈથુનાભિલાષા) સૌથી બલિષ્ટ વિકાર છે, તેના પર જય મેળવનાર આ જગતમાં દેવ સમાન છે.
II ક્રોધ-આ એક બીજે બલિષ્ટ શત્રુ છે. તેને વશ થયેલ મનુષ્ય ગમે તેવું અવિચારી કાર્ય કરતાં જરા પણ આંચકા ખાતે નથી. ક્રોધ વખતે મનુષ્ય એવું કોઈકવાર બોલી જાય છે કે જેથી જીવન પર્યન્ત તેને પસ્તાવું પડે છે. તે એ વિકાર છે કે તેને આધીન થયેલો મનુષ્ય બીજાનું બુરું કરવા દેરાઈ જાય છે, અને - જ્યાં સુધી તે વિકાર શમત નથી, ત્યાં સુધી આર્ત તથા રૌદ્ર ધ્યાન, થયાજ કરે છે.