________________
અધ્યાય-૧
[ ૨૭ હિતાથી એ સંગ કરે; તેથી અનેક લાભ થાય છે. તેઓ પિતાના કાર્યથી આપણને શુદ્ધ કાર્ય કરવા દોરે છે, તેઓ પિતાને ઊપદે-- શથી શુદ્ધ માર્ગ બતાવી આપણા મનની મલિનતાને નાશ કરે છે. અને તેઓને વિચારથી પણ તેમના સંબંધમાં આવતા પુરૂષના વિચાર શુદ્ધ બનાવે છે. ખરેખર ભાગ્યોદય હોય તો જ એવા સપુરૂષ મળે કે જેમના દર્શનથી જ ત્રિવિધ તાપ ટળે.
અંતરંગ છ શત્રુને જય तथा अरिषड्वर्गत्यागेनाविरूद्धार्थप्रतिपत्त्येन्द्रियजय इति॥१५॥
અર્થ-છ પ્રકારના શત્રનો ત્યાગ કરીને, (ગૃહસ્થ ધર્મને) અવિરૂદ્ધ (પાંચ ઈન્દ્રિયના વિષયરૂપ) અર્થ અંગીકાર કરીને ઇન્દ્રિને જય કરે, એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.
ભાવાર્થ-છ પ્રકારના શત્ર નીચે પ્રમાણે છે કામ, ક્રોધ, લેભ, માન, મદ અને હર્ષ; તેનો ત્યાગ કરે એ ગૃહસ્થને ધર્મ છે. હવે તે દરેકને અનુક્રમે આપણે વિચાર કરીશું અને તેને ત્યાગ . કરવાથી ક્યા ક્યા લાભ થાય છે તે જોઈએ. - I કામ:-- તેને અર્થ સ્ત્રી સાથે ગમન કરવાની વૃત્તિ એવો થાય છે. હવે ગૃહસ્થના વિષયમાં તેને શું અર્થે કરવામાં આવ્યો છે તે જોવાનું છે કારણ કે ગૃહસ્થ સર્વથા સ્ત્રીને ત્યાગ કરી શકે નહિ. માટે અહિંયા પરસ્ત્રી, કુમારિકા, અને વેશ્યાને ત્યાગ કરવારૂપ ઉપદેશ છે તે ઉપદેશ વિરૂદ્ધ વર્તન રાખવાથી આબરૂ જાય, ધન જાય, શરીર ખુવાર થાય, અનેક વ્યાધિ ઉત્પન્ન થાય. વળી તેવા મનુષ્ય લેકને સર્વથા અપ્રિય થાય છે અને કોઈ * परगृहीतास्वनूढासु वा स्त्रीषु दुरभिसन्धिः कामः ॥