________________
૨૬ ]
ધમબિન્દુ સેવ, સર્વ પ્રકારે નિન્દાને ત્યાગ કર, સારા પુરૂષની પ્રશંસા કરવી, દુઃખમાં પણ દીનતા ધારણ ન કરવી, સુખમાં નમ્રતા ધરવી, પ્રસંગે ઊચિત બોલવું, કોઈની સાથે વિરોઘ ન કર, અંગીકાર કરેલું કરવું, કુળધર્મ પાળવો, ખોટા ખર્ચનો ત્યાગ કરો. ગ્ય સ્થાને યોગ્ય ક્રિયા કરવી, ઉત્તમ કાર્યમાં મગ્ન રહેવું પ્રમાદને ત્યાગ કર, લોકાચાર પાળો, સર્વત્ર ઉચતનું રક્ષણ કરવું. પ્રાણ કઠે આવ્યા હોય તો પણ નિશ્વિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. આ તથા બીજા અનેક શુભ ગુણવાળાની પ્રશંસા કરવી.
મનુષ્ય પ્રશંસા કયારે કરે છે, તે વિચારવા જેવું છે. જ્યારે તે ગુણોને પોતે ઉચ્ચ ધારતો હેય ત્યારે જ તેની પ્રશંસા કરે છે. એ એક સામાન્ય નિયમ છે કે જે વસ્તુ આપણને પ્રિય લાગે અથવા આનંદકારક જણાય તે મેળવવાને સ્વાભાવિક પ્રયત્ન થાય છે, માટે ઉપર જણાવેલા શિષ્ટ પુરૂષની પ્રશંસા કરવાથી તેમના જેવો થવા માટે તે મનુષ્ય પ્રેરાય છે, અને પિતે ગુણગ્રાહી બને છે. ટીકાકાર પણ તેજ કહે છે.
गुणेषु यत्नः क्रियताम् किमाटोः प्रयोजनम् । विक्रीयन्ते न गण्टाभिर्गावः क्षीरविवर्जिताः ।।१।। शुद्धाः प्रसिद्धिमायान्ति लधोऽपीह नेतरे । तमस्यपि विकाक्यन्ते दन्तिदन्ता न दन्तिनः ॥३॥
ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. ખાલી આડંબરથી શું પ્રજન છે ? દુધ નહિ આપનારી ગાય, ઘંટ બાંધવાથી વેચાતી નથી. નાના પણ શુદ્ધ પદાર્થો પ્રસિદ્ધ થાય છે. જેમ અંધારામાં હાથી (કાળા હેવાથી) જણાતા નથી પણ તેના દન્તશળ દેખાય છે.
તેજ પ્રમાણે જે ગુણવાળા હોય છે તે સર્વત્ર પૂજાય છે અને બીજાને અનુકરણ કરવા લાયક થાય છે. તેવા સુશીલ પુરૂષને દરેક આત્મ.