________________
અધ્યાય-૧
[ ૧૯
આવે છે. તેથી તેવા પિરણામ ન આવે તે માટે લાયક દંપતીની જોડ શેાધવી એ માપિતાના પવિત્ર ધર્મ છે.
ઘણા પુરૂષોને ગૃહસંસાર ખેદકારક નીવડે છે, તેમાં બે મુખ્ય કારણા છે. એક બાળલગ્ન, અને બીજી સ્ત્રીઓની અજ્ઞાન સ્થિતિ. બાળલગ્ન કરવામાં આવે એટલે તે બાળક શ્રી પ્રતિ પેાતાના ધર્મ શું છે તે સમજતા ન હોય, અને પતિ પ્રતિ પાતાની શી ફરજ છે એ બાળા સમજતી ન હેાય, તા પછી સહજ વાતમાં મતભેદ પડે એ સ્વાભાવિક છે; તેવા મતભેદ જીવનપર્યં ત ચાલતા જોવામાં આવે છે, અને બન્નેની સ્થિતિ ખરેખર દુઃખમય થાય છે.
બીજી સ્ત્રીઓની અજ્ઞાનતા એ એક અસાધારણ કારણ છે. જયાં સુધી સ્ત્રીએ અજ્ઞાત હોય ત્યાં સુધી પતિસેવા કેવી રીતે સમજે અથવા બાળકોને ઉછેરી કેવી રીતે મટાં કરવાં એ કયાંથી જાણે ? અથવા પોતાની શક્તિ ઉપરાંત ખરચ કરવામાં પતિને શું દુઃખ વેઠવુ પડતુ હશે, તેની એને કયાંથી ખબર પડે? તે તે! અજ્ઞાનના પ્રવાહમાં તણાતી જાય છે, અને અન્ય વ્હેનપણીઓના કહેવાથી ગમે તેવી માગણી કરતાં અચકાતી નથી. બિચારી અન્નબાળાની સ્થિતિ ઘણી શાચનીય છે; જ્યાં સુધી સ્ત્રીએ અજ્ઞ છે, ત્યાં સુધી સંસારવ્યવહાર સુખમય હોવાની આશા રાખવી એ હવામાં બાચકા ભરવા જેવું છે.
માટે તેમને ભણાવી, ઉત્તમ આચારવાળી બનાવી લાયક વરને સાંપવી. કયા પુરૂષાને કન્યા ન દેવી તે સંબધી લૌકિકશાસ્ત્ર કહે છે ઃ-मुर्ख निर्धनदूरस्थशूर मोक्षाभिलाषिणाम् । त्रिगुणाधिकवर्षाणां तेषां कन्या न दीयते ॥
અ-ભૂખ, નિČન, દૂર રહેનાર, લડવૈયા, વૈરાગી, અને કન્યાની ઉંમરથી ત્રણગણી ઉંમર કરતાં વધારે વ વાળાને કન્યા ન આપવી.