________________
૨૦ ]
ધિમબિન્દુ * એક નેત્રવાળા સાથે લગ્નવ્યવહાર ન કરો આ કહેવું ઘણું વિચારપૂર્વકનું છે. તે પ્રમાણે કરવાથી ગોત્રના પુરૂષ વચ્ચે રહે. જ્યેષ્ઠ અને કનિષ્ઠને વ્યવહાર (મોટા-નાના વ્યવહાર) નાશ પામે છે. કન્યાને પિતા વય તથા વૈભવમાં જયેષ્ઠ હોય તે પણ જમાઈના. પિતાની અપેક્ષાએ કનિષ્ઠ બને છે. અને આ પ્રમાણે વ્યવહારને. નાશ થવાથી વિનયનો નાશ થાય છે; અને વિનયનો નાશ થવાથી અનુક્રમે અનર્થ પરંપરા ઉદ્ભવે છે.
આ તો એક સામાન્ય કારણ ટીકાકારના મત પ્રમાણે દર્શાવ્યું, પણ તેના કરતાં પણ બીજું એક અધિક પ્રબળ કારણ છે, જેને હાલના મેડીકલ વિજ્ઞાન પણ પૂરવાર કરી આપે છે. એક જ ગોત્રમાં ઉત્પન્ન થયેલાં પુત્ર પુત્રી આદિને પરસ્પર લગ્ન સંબંધ કરવામાં આવે, તે તે સંબંધથી ઉત્પન્ન થતાં બાળકે શરીરે અશક્ત અને નિર્બળ થાય છે.
લૌકિક નીતિશાસ્ત્રનું કેટલુંક વિવેચન નીચે પ્રમાણે છે --
વરની ઉંમર સોળ વર્ષની અને કન્યાની ઉંમર બાર વર્ષની જોઈએ. અગ્નિ તથા દેવતાઓની સાક્ષી સહિત જે વર તથા કન્યાને હસ્ત મેળાપ થાય તેનું નામ લગ્ન કહેવાય. તેના આઠ ભેદ છે.
(૧) જેમાં કન્યાને વસ્ત્રાલંકાર પહેરાવીને “તું આ મહા. ભાગ્યશાળી પુરૂષની સહધર્મચારિણી થા” એમ કહી વરને આપવામાં આવે છે. બ્રાહ વિવાહ.
(૨) પિતાના ઘરના વૈભવને ઉચિત દ્રવ્ય, વરને આપી કન્યાદાન કરે તે પ્રાજાપાત્ય વિવાહ.
(૩) ગાયનું જોડલું આપી કન્યાદાન આપવું તે આષ વિવાહ
(4) ઋત્વિજને યજ્ઞ (દાન પૂજનાદિ) ને માટે કન્યાપ્રદાન કરવું તે દૈવ વિવાહ.