________________
૧૮ ]
ધ બિન્દુ
સહધર્મચારિણી કહેવામાં આવે છે, તે ઉપરથી જણાય છે, કે કેવળ સાંસારિક વિષયમાં જ તેની જરૂર છે, એટલું જ નહિ પણ ધાર્મિક બાબતમાં પણ તે ભાગ લેવાને, તેમજ સહાય કરવાને યેાગ્ય છે.
તેવા સ્ત્રી પુરૂષોના સંબંધ ઇચ્છતા માતાપિતાએ કઈ બાબતે પર ખાસ લક્ષ આપવું તે મૂળના શબ્દો પરથી સ્પષ્ટ જણાય છે. પ્રથમ તા ગ્ર ંથકર્તાના મત પ્રમાણે ઘણા લેાક જેના વિશેાધી છે તેવા મનુષ્યના પુત્ર અથવા પુત્રી સાથે વિવાહ કરવા ઉચિત નથી. કારણ કે તેમ કરવામાં અનેક અનર્થ છે. જે મનુષ્યને બહુ શત્રુ હાય, જેના બહુ વિરાધી હેાય તેને કદાપિ શાન્તિ હેતી નથી. તેનું ચિત્ત સદા ઉદ્વેગમાં રહે છે, તેવા મનુષ્ય સાથે સંબંધ બાંધવાથી કયા લાભ મેળવવાની આશા રાખી શકાય? પરન્તુ તેમની સાથે સંબંધ ખાધનાર નિરપરાધી હોય તો પણ દાબવાન કરે છે, લેાકેાની પ્રીતિ ઓછી થાય છે, અને તે અનેક અનનું કારણ બને છે.
સમાન કુલશીલવાળા એ વિશેષણનુ શુ સાકપણું છે તેના વિચાર કરીએ. જો બન્નેનાં કુળ એક સરખાં ન હેાય, અથવા તેમાં ઉચ્ચ નીચના ભેદ હાય અને કુળ પ્રમાણે ધનસ'પત્તિમાં પણ ફેર હાય, તા તેમાં નીચે પ્રમાણે પરિણામ આવવાના સંભવ રહે છે.
ઉચ્ચ કુળમાં જન્મેલી વૈભવવાળી કન્યા હલકા કુળમાં જન્મેલા પેાતાના પતિની, ધન તથા કુળના મથી, અવગણના કરે; અને તેજ રીતે પતિ ઉચ્ચ કુળના હાય અને કન્યા હલકા કુળની હાય, તા તે પતિ કન્યાને તુચ્છ ગણી તેનેા અનાદર કરે.
સરખાં શોલવાળાં પતિ અને પત્ની હાવાં જોઈએ. કારણ કે તેમના ગુણુ–દેાષમાં, તેમની માનસિક સૌંપત્તિમાં, અને તેમના આચાર વિચારમાં જો બહુજ તફ્રાવત હાય છે, તા બન્નેના સ્વભાવ મળતા આવતા નથી. અને બન્નેને ભારે દુઃખ થાય છે, એક ખીજાથી તેઓ કટાળે છે, અને પરિણામ વ્યભિચાર આદિ દુષ્ટ દાષામાં