________________
અધ્યાય-૧
[ ૧૭
પરિણામ તરફ તેઓનું ધ્યાન દોરી, અશુભ કાર્ય કરતાં અટકાવે છે. આ યુદ્ધમાં ક્ષણવાર લેભવૃત્તિ વિજયી નીવડે છે તે ક્ષણવાર ન્યાયબુદ્ધિ પિતાનું રાજય સ્થાપન કરે છે. પણ છેવટે અનુભવ દ્વારા તેમજ ઉપદેશદ્વારા મેળવેલા બોધથી પરલોકના ભયથી ન્યાયમાર્ગ ઉપર જ તે ચાલે છે.
ત્રીજા વર્ગના સામાન્ય મનુષ્ય, જેને આ લેકમાં અધમ કહેવામાં આવ્યા છે, તેઓ તો ફકત રાજદંડના ભયથી અથવા લેકેમાં આબરૂ જશે, તેવા ભયથી અન્યાયથી દૂર રહે છે.
- જ્યાં સુધી ઉત્તમ આશયથી અન્યાયનો ત્યાગ થાય તે શ્રેષ્ઠ પણ તે ન થાય, તે પણ છેવટ રાજદંડ જેવા કનિષ્ટ કારણને પણ આશ્રય લઈ, અન્યાયયુકત આચરણને ત્યાગ કરવો.
ધન તે આત્માની વસ્તુ નથી, તે આવે છે ને જાય છે. પણ આત્મગુણ જે મલીન થાય છે તેને સુધરતાં અનેક ભ ચાલ્યા જાય છે, માટે આત્મકલયાણાથી એ ન્યાયી વર્તન રાખવું, એજ પુનઃ ગ્રંથકાર સૂચવે છે. ટુંકાણમાં શ્રાવકપણાને યોગ્ય થવા “ચાવવાનરિમા” એ ગુણ પ્રાપ્ત કરવો કે જેથી ઉત્તરોતર ધર્મના ઉચ્ચ પગથી ઉપર નિઃશંક ચડી શકાય.
સુયોગ્ય વિવાહ तथा समानकुलशिलादिभिरगौत्रजवाह्यमन्यत्र बहुविरुद्धेभ्य इति ॥ १२ ॥
અથ–ઘણું લોક સાથે જે મનુષ્યને વિરોધ હોય, તેમના સિવાય, સમાન કુલશીલવાળા અન્ય ગેત્રીઓની સાથે વિવાહ (લગ્ન) સંબંધ કરે. - ભાવાથ–લગ્નના ઉચ્ચ હેતુ પુરૂષ અને સ્ત્રીને પ્રેમમય સાંકળથી જોડી સંસાર-નૌકા સુખપૂર્વક ચલાવવાની હોય છે. સ્ત્રીને