________________
અધ્યાય-૮
[ ૪૭૫ અથ–દુખના બીજની ઉત્સુકવણાની) ઉત્પત્તિથી અસ્વસ્થપણું સિદ્ધ થાય છે.
ભાવાર્થ –દુખનું બીજ ઉત્સુકપણું છે; જેઓ કોઈ પણ બાબતની તૃષ્ણવાળા છે, કોઈ પણ બાબત માટે ઉત્સુક છે, તેઓને શાંતિ સ્વસ્થતા હોતી નથી, માટે ઉત્સુકપણુથી અસ્વસ્થતા આત્મામાં * ઉતપન્ન થાય છે, માટે ઉત્સુકપણું એજ દુઃખ છે. - અસ્વસ્થતા પણ શી રીતે સિદ્ધ થાય છે તે દર્શાવે છે –
ગતિ કૃતિ / કદ્દા અર્થ –અહિતકારી પ્રવૃત્તિ કરવાથી (આત્માની અસ્વસ્થતા સિદ્ધ થાય છે.)
ભાવાર્થ-જ્યારે મનુષ્ય પોતાને જે માગ હિતકારી નથી, તે માર્ગે પ્રવૃત્તિ કરવાને દોરાય ત્યારે સમજવું કે તે મનની અસ્વસ્થતાનું પરિમાણ છે; અને મનની અસ્વસ્થતા ઉસુકપણથી ઉદ્ભવે છે. માટે ઉત્સુકપણું-તૃણ મનુષ્યને અહિતકારી માર્ગમાં પ્રવૃત્તિ - કરવા પ્રેરે છે.
હવે સ્વસ્થપણાનું લક્ષણ કહે છે –
स्वास्थ्य तु निरूत्सुकतया प्रवृत्तेरिति ॥ ४७ ॥ - અર્થ–ઉત્સુકતારહિતપણે પ્રવૃત્તિ કરવી તેનું નામ જ સ્વસ્થતા-શાંતિ.
ભાવાથ:--જે લોકો ઉત્સુક્તા વિના-તૃષ્ણ વિના સર્વ કાર્યમાં | પ્રવૃત્તિ કરે છે તેઓએજ ખરેખરી સ્વસ્થતા મેળવી છે, એમ કહો શકાય. જેને કઈ પણ પ્રકારની તૃષ્ણા છે, તે ઉસુક થયા વિના રહેજ નહિ, અને જયાં તે ઉત્સુક થયો ત્યાં ચિત્ત સ્વસ્થતાને વિનાશ થશે. માટે ઉત્સુકતારહિતપણે પ્રવૃત્તિ કરવો તે જ ખરી સ્વસ્થતા છે; જેઓને કર્મના ફળની આશા નથી, તેવા નિષ્કામ બુદ્ધિવાળા પુરૂષો જ સ્વસ્થતા પામી શકે.