________________
૪૭૬ ]
ધમબિન્દુ. परमस्वास्थ्यहेतुत्वात्परमार्थतः स्वास्थ्यमेवेति ॥४८॥
અર્થ-ઉત્કૃષ્ટ સ્વસ્થપણાના કારણભૂત હોવાથી, ઉત્સુ.. કતારહિતપણે પ્રવૃત્તિ કરવી, એજ સ્વસ્થપણું જાણવું.
ભાવાર્થ-જે લેકે ઉત્સુકતારહિતપણે પ્રવૃત્તિ કરે છે, તે: પરમ સ્વસ્થતા પામે છે. માટે નિરૂત્સક પ્રવૃત્તિજ પરમ સ્વસ્થતા છે. એમ કહી શકાય. કોઈ પણ પ્રકારની તૃણા વિના-ફળની આશા વિના, નિરૂત્સુકપણે કેવળજ્ઞાની ભગવાન જ પ્રવૃત્તિ કરે છે, જે કેવળજ્ઞાનીને નિરૂસુક ભાવ હેય, જે તેઓને કેઈપણ પ્રકારની તૃષ્ણાજ ન હોય, જે સંસાર અને મેક્ષ બન્નેને વિષે સ્પૃહાજ ન હોય, તે પછી યોગ્ય કાર્યમાં પ્રવૃત્તિ અને અગ્ય કાર્યથી નિવૃત્તિ શી રીતે થઈ શકે ? એવી શંકાને ટીકાકાર ઉત્તર આપે છે કે પૂર્વ સંસ્કારવશથી તે થઈ શકે છે. જેમ કુંભારના ચક્રને ગતિ આપ્યા પછી આપણે ફરીથી ગતિ ન આપીએ તો પણ થોડો સમય તે ચાલ્યા કરે છે, તે જ રીતે પૂર્વ સંસ્કારના વશથી અયોગ્ય કાર્યથી નિવૃત્તિ અને યોગ્ય કાર્યમાં પ્રવૃત્તિ દ્રવ્યથી થાય છે; તેઓ ભાવથી પ્રવૃત્તિ નિવૃત્તિ કરતા નથી.
તેજ બાબતને સિદ્ધ કરવા શાસ્ત્રકાર લખે છે કે – भावसारे हि प्रवृत्यप्रवृत्ती सर्वत्र प्रधानो व्यवहार इति ॥४९॥
અર્થ --ભાવસહિત પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ તેજ ખરી પ્રવૃત્તિ નિવૃત્તિ છે, એવો મુખ્ય વ્યવહાર છે.
ભાવાર્થ –મનના ભાવ સહિત જે પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ થાય છે, તેને જ તત્વના જણનારા ખરી પ્રવૃત્તિ કે નિવૃત્તિ ગણે છે; દ્રવ્યથી પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ થાય, તે ખરી પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ. નથી. જે દ્રવ્યથી ચારિત્રક્રિયા પરિપૂર્ણ કરે, પણ તેમાં ભાવ ન હોય, તો શાસ્ત્રમાં તેમને મુનિ ભાવની સત્ય ક્રિયા કરનાર ગણવામાં આવ્યા નથી.