________________
૪૬૨ ]
ધબિન્દુ
છે; ત્યારે તે મેળવતાં તેને કાઈ પણ વિઘ્ન કરે તેા તે વિઘ્ન કરનાર ઉપર તે દ્વેષ ધારણ કરે છે.
આવા જ વિચાર ભગવદ્ગીતામાં દર્શાવેલ છે. ત્યાં લખેલુ
ध्यायतो विषयान्पुंसः संगस्तेषूपजायते । संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥ १ ॥ મનુષ્ય જ્યારે વિષયનુ ધ્યાન કરે છે, ત્યારે તે વિષય ઉપર
· આસક્ત થાય છે, અને આસક્તિ થતાં તે મેળવવાની ઇચ્છા થાય છે, અને (જો તે મેળવવામાં કાઈ હરકત નાખે તા તે હરકત કરનાર ઉપર) ક્રોધ થાય છે.
ક્રોધ તે દ્રેષ દર્શાવવાના એક મા` છે, માટે દ્વેષ થાય છે : એમ પણ કહેવામાં બાધ નથી. આ દ્વેષ પ્રમેાદભાવનાના તેમજ સમ્યગદર્શીન વગેરે મહાગુણ્ણાના સÖથા નાશ કરે છે. અને તે અગ્નિ સમાન છે. જેમ અગ્નિ જે ધરમાંથી ઉઠે છે, તે ઘરને ભાળે છે, અને જો રાકવામાં ન આવે તા સમીપના ધરને પણ પ્રજવાળે છે, તેજ રીતે દ્વેષ મનની અને આત્માની નિર્મળ વૃત્તિએના સંહાર કરે છે, અને જો તે રાકવામાં નથી આવતા તે જેના ઉપર આપણે દ્વેષ કરીએ છીએ તેના હૃદયમાં પણ દુષ્ટ પરિણામેા ઉત્પન્ન કરવાનું કારણ મને છે. સલળા અવગુણ્ણાના રાજા દ્વેષ છે. જેનામાં દ્વેષ આવ્યા તેનામાંથી સમભાવદૃષ્ટિ પ્રથમ નાશ પામે છે, એટલે તે મનુષ્ય મેક્ષ મેળવવાને નાલાયક ઠરે છે, અને પછી ગુણદૃષ્ટિ નાશ પામે છે, તેથી સ્વગ મેળવવાને પણ તે અધિકારી થાય છે; કારણ કે ગુષ્ટિ અને સમદ્રષ્ટિ અનુક્રમે સ્વર્ગ તથા મેાક્ષ મેળવવાનાં સાધના છે.
1
સર્વ આત્માએ સ્વભાવે, સત્તામાં, સ્વરૂપમાં એક સરખા છે, તે ઉચ્ચ વિચાર જેના ઉપર નીતિના પાયા રચાયેલા છે, તેના પણ દ્વેષથી નાશ થાય છે. દ્વેષી મનુષ્ય નિરંતર ખીજાના અવગુણુ તરફ