________________
અધ્યાય-૮
[ ૪૬૧ વિનાશી પુદ્ગલ દશા, અવિનાશી તું આપ; આપોઆપ વિચારતાં, મટે પુણ્ય અરૂ પાપ.
જેટલા પ્રકૃતિજન્ય પદાર્થો છે, અથવા પુદ્ગલના પર્યાયો છે, તે સર્વે નાશવંત છે; આત્મા એકલે જ અવિનાશી છે; તે કદાપિ. મરતો નથી, તે અમર છે; તેવા આત્મતત્ત્વનું ધ્યાન કરતાં મનુષ્ય પુણ્ય પાપથી છુટ થાય છે.
સંસારના પદાર્થોની અનિત્યતા અને અસારતા જેમ મનુષ્ય અનુભવે છે, તેમ તેમ તે પદાર્થો ઉપરથી રાગ ઉતર જાય છે, અને અંતે ત્રણે લોકમાં એવો એક પણ પદાર્થ રહેતો નથી કે જે તેના આત્માને રાગથી આકર્ષી શકે. જે સ્વરૂપે પિતાનું નથી ! તેને પોતાનું માની લેવાથી, અને તેને મેળવવાની ઈચ્છાથી . મનુષ્ય આ સંસાર ચક્રમાં ભમ્યા કરે છે. જ્યાં સુધી સંસારનો કઈ પણ પદાર્થ મેળવવાની મનુષ્યને તૃષ્ણ રહેલી છે, ત્યાં સુધી તે પદાર્થ તેને સંસારમાં ખેંચે છે, અને તે મુક્ત થઈ શકતું નથી; માટે નિત્ય અને અનિત્ય વસ્તુને વિવેક કરી નિત્ય વસ્તુ પ્રતિ રાગ ધરવો, અને અનિત્ય વસ્તુ પ્રતિ વૈરાગ્ય ધારણ કરવો.
विवेकवैराग्यवतो बोध एव महोदयः વિવેક અને વૈરાગ્યથી મહોદય લાવનાર જ્ઞાન પ્રાપ્ત થાય છે.
માટે મુમુક્ષુ જીવ ત્રણ ભુવનના પદાર્થોની અનિયતા અને અસારતા અનુભવી તે ઉપર રાગ ધરતા નથી. तत्रैवाग्निज्वालाकल्पमात्सर्यापादनाद् द्वेष इति ॥१०॥
અર્થ –તેજ નાશવંત પદાર્થ પ્રતિની આસક્તિને લીધે અગ્નિની વાળા જે મત્સર કરવાથી શ્રેષરૂપ દોષ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ-જ્યારે મનુષ્યને કોઈ બાબત ઉપર આસક્તિ હેય