________________
અધ્યાય-૮
[ ૪૫૯ આત્માને સ્વાભાવિક ગુણ જે કેવળજ્ઞાન તે પ્રગટ થાય છે અને તે દ્વારા જગતના ચેતન અને જડ સર્વના ભાવો તે જાણી શકે છે . અને પછી ઉત્કૃષ્ટ સુખ તે પ્રાપ્ત કરે છે. જે આનંદ પ્રાપ્ત કર્યો પછી બીજા કોઈ પ્રકારના આનંદની ઈછા રહેતી નથી, તેવો . પરમાનંદ તે સ્થિતિમાં પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે -- __ यच्च कामसुखं लोके यच्च दिव्यं महासुखम् । । वीतराग सुखस्येदमनन्तांशे न वर्तते ॥ १ ॥
આ લોકને વિષે જે કામસુખ છે, અને દેવસંબંધી મહા સુખ છે, તે સર્વ વીતરાગના સુખના અનન્તમાં ભાગે પણ આવી શકે તેમ નથી. તે સ્થિતિમાં શાશ્વત આનંદ તે પ્રાપ્ત કરે છે; તેનું કારણ શાસ્ત્રકાર જણાવે છે.
સાથોરિતિ ૬ અર્થ–નિરંતર આગ્ય રહે છે, માટે પરમ આનંદ, તે મેળવે છે.
ભાવાર્થ –આપણામાં કહેવત પ્રચલિત છે કે “પહેલુ સુખ તે જાતે નર્યા” એટલે જે શરીરે નિરોગી છે તે સુખી છે; તેજ રીતે. જેનામાં ભાવ આરોગ્ય છે, તે આનંદ મેળવે છે. કહેવાને સાર એ. છે કે શુદ્ધ ભાવવાળે પુરૂપ નિરંતર આનંદ મેળવે છે. આવુ ભાવ આરોગ્ય સાથી મળે તેનું કારણ શાસ્ત્રકાર જણાવે છે કે ––
भावसन्निपातक्षयादिति ॥७॥ અર્થ–ભાવ સંનિપાતનો ક્ષય થવાથી (ભાવ આરોગ્ય. મળે છે)
ભાવાર્થ – હદયના રોગ અને મનના વિકારો રૂપ સંનિપાતને. નાશ થવાથી ભાવ આરોગ્ય પ્રાપ્ત થાય છે. મનની અંદર ઉત્પન્ન. થતા દુર્જય મનેવિકારો અને દુષ્ટ વાસનાઓ તે ભાવરોગ છે;