________________
અધ્યાય-૭
[ ૪૪૭ મક્ષ સહજ મળે; પણ જે શુભ પરિણામ ન હોય, તે ગમે તેટલી , ક્રિયા કરવા છતાં પણ મેક્ષ મળી શકે નહિ. તે જ બાબત શાસ્ત્રકાર નિવેદન કરે છે -- तदभाबे समग्रक्रियायोगेऽपि मोक्षासिद्धेरिति ॥३५॥
અર્થ–શુભ પરિણામના અભાવમાં સંપૂર્ણ ક્રિયાને યેગ હેય છતાં પણ મોક્ષ મળતું નથી, (માટે શુભ પરિણામ એજ મોક્ષને હેતુ છે.)
ભાવાથ-મુનિપણને ઉચિત સર્વ બાહ્ય અનુષ્ઠાન સાધુ કરે, અને ચારિત્રના સર્વ બાહ્ય આચાર પાળે, છતાં જે તે અનુષ્ઠાન અને આચારમાં શુભભાવ ન હોય, તે મોક્ષ મળી શકતું નથી; માટે સિદ્ધ થાય છે કે શુભ પરિણામ એજ મોક્ષનું પ્રધાન કારણ છે. - બાહ્ય શુભ ક્રિયા કરવાથી માણસ ઉંચી સ્થિતિ મેળવે પણ શુભ પરિણામ સિવાય મેક્ષ મળે નહિ; તેજ બાબત શાસ્ત્રકાર લખે છે
सर्व जीवानामेवानन्तशो ग्रैवेयकोपपातश्रवणादिति ।३६।
અથ–સર્વ જીવોની અનંતીવાર સૈવેયકમાં ઉત્પત્તિ થયેલી છે, એમ શાસ્ત્રમાં સંભળાય છે. | ભાવાર્થ-શુભ ક્રિયા પાળવા વગેરે બાહ્ય આચારથી સર્વે છ અનંતીવાર ગેયક સુધીની દેવસ્થિતિ પ્રાપ્ત કરવા સમર્થ થયા છે, પણ શુભ પરિણામના અભાવે મોક્ષ મેળવી શક્યા નથી; માટે શુભ પરિણામજ મેક્ષનું પ્રધાન કારણ છે.
समग्रकियाऽभावे तदप्राप्तेरिति ॥३७॥
અર્થ સમસ્ત ક્રિયાને અભાવ થતાં રૈવેયકની પ્રાપ્તિ થતી નથી.