________________
૪૪૬ ]
ધમબિન્દુ बायोपमर्देप्यसंज्ञिषु तथा श्रुते रिति ॥३३॥
અર્થ ––બાહ્ય નાશ થવા છતાં પણ અસંજ્ઞીના સંબંધમાં ઉપર પ્રમાણે શાસ્ત્રમાં સંભળાય છે.
ભાવાર્થ-જે અસંસી છે, જેને મન નથી તેવા અસંજ્ઞી મહા મર્યા વગેરે પ્રાણી અનેક જીવને સંહાર કરે છતાં અ૫ બંધ થાય છે. તે મોટા મગરમચ્છનો બીજા ને સંહાર કરવાને અભિપ્રાય નથી. અસંતી ગમે તેવું મહા ઘોર કર્મ કરે છતાં પ્રથમ નરક સુધી જાય એવું શાસ્ત્રમાં વચન છે.
શાસ્ત્રમાં લખેલું છે કે “મનસંજ્ઞા વગરના મહા મો . હજાર યોજનના પ્રમાણુના શરીરવાળા હોય છે; સ્વયંભૂરમણ સમુદ્રને ડાળી નાખનારા હોય છે, અને પૂર્વ કેટી વર્ષ સુધી જીવે છે. અને અનેક પ્રાણુનો સંહાર કરવા છતાં પેલી રતનપ્રભા નામની નરકમાં ઉત્પન્ન થાય છે, પણ તેથી આગળ જઈ શકતા નથી, પણ જે તંદુલ મત્સ્ય છે, તે બહારથી જીવહિંસા કરતા નથી છતાં પ્રાણીઓને સંહાર કરવાના રૌદ્ર ભાવથી અંતરમુદ્દતનું આયુષ્ય પામી સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે; આ ઉપરથી જણાય છે કે પરિણામ એજ મુખ્ય છે.
આજ બાબતને વિશેષપણે શાસ્ત્રકાર જણાવે છે કેएवं परिणाम एव शुभो मोक्षकारणमिति ॥३४॥ અર્થ-એજ રીતે શુભ પરિણામ એજ મેક્ષનું કારણ છે.
ભાવાર્થ-જેવી રીતે અશુભ પરિણામથી કમ બંધ થાય છે. તેજ રીતે શુભ પરિણામથી, હદયના શુભ અધ્યવસાયથી મેક્ષ પણ મળે છે. જ્યાં શુભ પરિણામ થયા ત્યાં નવા કર્મ ઉપાર્જન થતાં બંધ થયા, અને પૂર્વકૃત કર્મના ફળ સમભાવે જોગવી લેવાય એટલે