________________
૪૪૦ ]
ધમબિન્દુ परं गतिशरीरादिहीनमिति ॥११॥
અર્થ–પરંતુ ગતિ તથા શરીર વગેરે પૂર્વની અપેક્ષાએ હીન થાય છે.
ભાવાર્થ –-દેશાંતર જવા રૂપ ગતિ તથા શરીર ઉચ્ચ લોકમાં નીચેના દેવલોકની અપેક્ષાએ હીન હોય છે એવો શાસ્ત્રમાં લેખ છે. - તથા રતિસુચકુકતિ પર
અર્થ--ઉત્સુકપણના દુખથી રહિત તે હોય છે.
ભાવાર્થ-જે લેકે દેવલોકમાં જન્મે છે, તેઓમાં ઉત્સુકપણાનું દુઃખ હેતું નથી, મન, વચન અને કાયાની ઉતાવળથી સામાન્ય રીતે મનુષ્યને જે દુઃખ થાય છે, તે દુઃખ દેવતાઓને થતું નથી, અથવા પિતાના કાર્યનું શું પરિણામ આવશે, તે રૂપ ઉત્સુક્તાનું દુઃખ પણ દેવતાઓને થતું નથી. अति विशिष्टाल्हादादिमदिति ॥२१॥
અર્થ --અતિ વિશિષ્ટ આલ્હાદ વગેરેવાળે તે જન્મ હોય છે.
ભાવાથ:--દેવલેકમાં જે જન્મે છે, તેઓને ઉચ્ચ પ્રકારને આહાદ અને આનંદ થાય છે. તેઓ કુશળ કાર્યમાં પ્રવૃત્ત થાય છે, અને તીર્થકર વગેરેની પૂજા કરવામાં નિરંતર તત્પર રહે છે. ततः तच्च्युतावपि विशिष्ट देश इत्यादि समानं पूर्वणेति ।२२।
અર્થ--ત્યાંથી યવન થયા પછી પણ સારા દેશમાં જન્મ વગેરે પ્રથમની માફક સમજવું.