________________
અદયાય-૭
[ ૪૪ ભાવાર્થ સારા દેશ કાળ અને કુળને બદલે વિશિષ્ટ દે, વિશિષ્ટ કાળ, અને વિશિષ્ટ મહાકુળ સમજવું, તેવા મહાન કુળમાં તેને જન્મ થાય છે. विशिष्टतरं तु सर्वमिति ॥२३॥
અર્થ–સર્વ વિશિષ્ટ પ્રકારનું તે જન્મમાં થાય છે.
ભાવાથ-પૂર્વે જે સુંદર રૂ૫ અને નિર્દોષ જન્મ કહ્યો હતો તેને બદલે વિશિષ્ટ (વધારે ઉત્તમ પ્રકારનાં) સુંદર રૂપ અને નિર્દોષ જન્મ સમજ; આ સર્વ ઉચ્ચદેવ સ્થાનથી એવી આવનાર જીવને આ મનુષ્ય જન્મમાં મળે છે. વિશેષ ઉત્તમ પ્રકારના આ સર્વ શાથી મળે છે એવી શંકાને જવાબ શાસ્ત્રકાર આપે છે કેक्लिष्टकर्मविगमादिति ॥२४॥
અર્થ-કિલષ્ટ કર્મના નાશ થવાથી (નિર્દોષ જન્મ વગેરે થાય છે.)
ભાવાર્થ –દુર્ગતિ, દુર્ભાગ્યપણું, અને દુષ્કળ જેથી મળે તેવા અશુભ કર્મને નાશ થવાથી તે સદ્ગતિ, સૌભાગ્ય પણું, ઉત્તમ કુળ વગેરે મેળવે છે. આ કિલષ્ટ કર્મને નાશ થવાનું કારણ જણાવે છે.
शुभतरोदयादिति ॥२५॥
અર્થ –વધારે શુભ કર્મના ઉદયથી (અશુભ લિઝ કર્મને નાશ થાય છે.)
ભાવાર્થ–વધારે શુભ કર્મને જ્યાં ઉદય થયો, ત્યાં અશુભ કર્મ સ્વયમેવ નાશ પામે છે. અંધકારને ગમે તેવા મેટા ઉડાવતી ઠેકીએ, છતાં તેનો નાશ થતો નથી, પણ એક દીવાસળીના પ્રકાશથી તે સ્વયમેવ નાશ પામે છે; તેમ જેને નાશ કરવા માગતા હોઈએ,