________________
અધ્યાય-૭
[ ૪૩૯ - ભાવાથ:--અતિચાર ન લાગે તેવી રીતે શુદ્ધ સંયમ તે પાળે છે, અને પ્રાણાતિપાત, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહ રૂપ પાપસ્થાનકેથી તે વિરમે છે. જે પાંચ મહાવ્રત દીક્ષા સમયે તેણે ગ્રહણ કર્યા છે, તેને દૂષણ ન લાગે તેવા પ્રકારનો તે આચાર વિચાર રાખે છે. ततोऽपि परिशुद्धाराधनेति ॥१५॥
અથ ––તે પછી પરિશુદ્ધ આરાધના કરે છે..
ભાવાર્થ:--આ પ્રમાણે શુદ્ધ અને અતિચાર રહિત સંયમ પાળ્યા પછી મરણ સમય સમીપ જાણીને યતિ સંલેખના કરે છે, તેને આ સ્થળે આરાધના કહેવામાં આવી છે. तत्र च विधिवच्छरीरत्याग इति ॥१६॥
અર્થ--ત્યાં વિધિ પ્રમાણે શરીરને ત્યાગ કરે છે.
ભાવાર્થ-જેવી રીતે અનશન વગેરે ક્રિયાથી સંલેખના કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે, તદનુસાર તે યતિ પોતાના શરીરનો ત્યાગ કરે છે. ततो विशिष्टतरं देवस्थानमिति ॥१७॥
અર્થ -–પછી વધારે ઉત્તમ દેવસ્થાન તેને મળે છે. - ભાવાથ:પ્રથમ જે તેને દેવતાનું સ્થાન મળ્યું હતું, તેના કરતાં વધારે ઉત્તમ પ્રકારનું દેવસ્થાન મેળવવા ભાગ્યશાળી બને છે, અને ત્યાં તે વિમાનમાં વાસ કરે છે. ततः सर्वमेव शुभतरं तत्रेति ॥१८॥
અર્થ--ત્યાં સર્વ વધારે શુભ વસ્તુ મળે છે.
ભાવાર્થ-આપણે પ્રથમ દેવસ્થિતિનું વર્ણન કરી ગયા છીએ, ત્યાં જે પ્રકારે રૂપસંપત્તિ વગેરે તેને મળ્યા હતા તેના કરતાં આ સમયે વધારે ઉત્તમ પ્રકારનાં તે પ્રાપ્ત કરે છે.