________________
અધ્યાય–૭
[ ૪૩૫ ભાવાર્થ –દેવલોકમાં તેઓને ઉપર પ્રમાણે સુખ મળે છે એટલું જ નહિ પણ દેવલોકમાંથી ચ્યવ્યા પછી પણ તેઓને સુખ મળે છે. કારણકે તેઓ મગધ આદિ દેશમાં, સુષમ દુષમ આદિ આરામાં તથા ઈવા પ્રમુખ મહા કુળમાં જન્મ લે છે. જે કુળમાં પિતામાતાને વંશ ઉત્તમ અને નિષ્કલંક હય, અને દેવગુરૂ સ્વજન વગેરેની ઉચિત સેવારૂપ સદાચારે કરીને જે મહત્વવાળું હોય, અને જેના પુરૂષોએ અસાધારણ ગુણેથી એવા પરાક્રમે કર્યો છે કે જેમના નામ ચરિત્રમાં વર્ણવ્યા , તે કુળ મહાકુળ કહેવાય છે. તેવા મહાકુળમાં તે દેવતાથી ચ્યવને આવેલા જીવોને જ-મ થાય છે.
તેમનો જન્મ સ્વજન, પરજન, પરિવાર વગેરેના મનવાંછિતને પૂરણ કરાવાવાળો હોય છે; વળી તેમના જન્મ સમયે શુભલગ્ન શુભગ્રહ અથવા શુભગ્રહોની દૃષ્ટિ હોય છે, આવા દેષ રહિત સમયમાં તે જન્મે છે.
सुन्दरं रूपं, आलयो लक्षणानां, रहितमामयेन, युक्तं अज्ञया, संगतं कलाकलापेनेति ॥१०॥
અથ–સુન્દરરૂપ, લક્ષણનું સ્થાન, રોગરહિત, બુદ્ધિયુક્ત, અને કલાકાપ સહિત (તે જન્મ થાય છે.)
ભાવાર્થ –શુભ શરીરનું બંધારણ અને રૂપ તે મનુષ્ય જન્મમાં તે પામે છે. અને ચક્ર, વજ, સ્વસ્તિક, મત્સ્ય, કલશ વગેરે શુભ લક્ષણે તેના હસ્ત, ચરણ ઉપર દેખાય છે. તાવ, અતિસાર, -ભગંદર વગેરે રોગ તેને થતા નથી. વસ્તુઓનું યથાર્થ જ્ઞાન મેળ-વવાને તીક્ષ્ણ બુદ્ધિ તેને હોય છે, અને અનેક કળાઓને જાણકાર -તે થાય છે.
तथा गुणपक्षपातः, असदाचारभीरुता, कल्याणमित्रयोगः,