________________
અધ્યાય-૭
[ ૪૩૩ कुशलानुबन्धः, महाकल्याण पूजाकरणं, तीर्थकरसेवा, सद्धर्मश्रुतौ रतिः, सदा सुखित्वमिति ॥८॥
અર્થ–તે દેવલોકમાં ઉત્તમ રૂપ સંપત્તિ, તથા સુંદર સ્થિતિ, પ્રભાવ, સુખ, કાંતિ, લશ્યાની પ્રાપ્તિ, નિર્મળ ઈન્દ્રિય અને અવધિજ્ઞાન, ઉચ્ચ ભેગનાં સાધને, દિવ્ય વિમાનને સમૂહ, મનહર ઉદ્યાને, રમ્ય જલાશ, સુંદર અપ્સરાઓ, અતિ ચતુર સેવકે, અતિ સુંદર નાટક, ચતુર નાટકે, ચતુર અને ઉદાર ભેગો, સર્વદા ચિત્તને આનંદ, અને સુખનાં કારણો, સુદર પરિણામવાળા કાર્યોની પરંપરા, અને મહા કલ્યાણ કેને વિષે પૂજા, તીર્થકરની સેવા, સદ્ધર્મ સાંભળવામાં હર્ષ, અને સદા સુખીપણું–આ સર્વ ધર્મનાં પરંપર ફળ છે.
ભાવાર્થ –ત્યાં દેવલેકમાં ધર્મના પ્રભાવથી નીચે જણાવેલી વિવિધ વસ્તુઓ તથા સંજોગો મેળવવા ધર્મજીવ ભાગ્યશાળી થાય છે. ઉત્તમ પ્રકારના સંસ્થાનવાળું સુંદર શરીર તેને મળે છે. પપમ અથવા સાગરેપમ પ્રમાણુ આયુષ્યની સ્થિતિ તે ભગવે છે; વળી નિગ્રહ કે અનુગ્રહ કરવાને પ્રભાવ તે દેવોને હોય છે. ચિત્તની શાંતિરૂપ સુખે તે ભેગવે છે, શરીરનું તેજ તેમને મળે છે, અને તેજલેશ્યા તેઓ પ્રાપ્ત કરે છે, પોત પોતાના વિષયોનું યથાર્થ જ્ઞાન આપનારી ઈન્દ્રિય તથા અવધિજ્ઞાન તેઓને હોય છે. દેવલોકમાં સુખ ભોગવવાનાં અનેક સાધને હોય છે, તે હવે જણાવે છે.
મનને પ્રમોદ આપનારા, અશોક, ચંપક, પુન્નાગ, નાગ વગેરે વૃક્ષવાળા વને, વાપી, તળાવ, સરોવર એવા જળને રહેવાના રમ્યા
સ્થાને, અતિશય કાંતિ–રૂપવાળી અપ્સરાઓ, વિનય વિધિને જાણનાર ચતુર સેવકે, મોટા મોટા પુરૂષોનાં ચરિત્રો જેમાં ભજવાય તેવી અનુપમ ૨૮