SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ ] ધર્મબન્દુ અર્થ–પ્રાણીઓને પ્રવૃત્તિ કરવાનું કારણ ફળ છે, તે કહેવું એ ઘણેભાગે શ્રેષ્ઠ છે, માટે પ્રારંભમાં સંક્ષેપથી ફળ કહ્યું. હવે વિસ્તારથી તે કહેવું, તે ચગ્ય છે. ભાવાથ–પ્રથમથી માણસની ધર્મમાં રૂચિ થાય માટે ધર્મનું - ફળ કહેવામાં આવ્યું. જે વિસ્તારથી ધર્મનું ફળ પ્રથમ કહેવામાં આવ્યું હેત તે શાસ્ત્રના સિદ્ધાંત ઘણું લાંબા કાળ પછી કહેવા પડત, અને તેથી વ્યાખ્યાન નીરસ થવાન–શાસ્ત્ર સાંભળવામાં અનાદર થવાને –પ્રસંગ આવત. એ હેતુથી પ્રથમ સંક્ષેપથી વર્ણન કર્યું, હવે વિસ્તારથી તેનું વર્ણન કરવામાં આવે છે. હવે ધર્મનું ફળ શાસ્ત્રકાર કહે છે – विशिष्टं देवसौख्यं यच्छिवसौख्यं च यत्परम् । धर्मकल्पद्रुमस्येदं फलमाहुर्मनीषिणः ॥३॥ इति ।। અર્થ –ધર્મરૂપ કલ્પવૃક્ષનું ફળ એ છે કે દેવતા સંબંધી ઉચ્ચ પ્રકારનું, તેમજ મેક્ષ સંબંધી ઉત્કૃષ્ટ સુખ મળે; એમ મનીષિઓ (ડાહ્યા પુરૂષો) કહે છે. ભાવાર્થ –-જેમ કલ્પવૃક્ષ ફળ આપે છે, તેમ ભાવધર્મ રૂપ - કલ્પવૃક્ષ પણ ફળ આપે છે. એક ફળ ઉત્કૃષ્ટ સ્વર્ગ સુખ, અને - બીજું ફળ ઉત્તમોત્તમ મેક્ષ સુખ છે. એમ સુધર્માસ્વામી પ્રમુખ મેટા આચાર્યો કહે છે. __इत्युक्तो धर्मः सांप्रतमस्य फलमनुवर्णयिष्याम इति ॥१॥ અર્થ એ પ્રકારે ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ કહ્યા, - હવે તેના ફળનું વર્ણન કરીશું. द्विविधं फलमनन्तरपरंपराभेदादिति ॥२॥
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy