________________
પ્રકરણ ૭ મું. સામાન્ય જન પિતાની પ્રવૃત્તિનું શું ફળ આવશે, તે સમજ્યા. સિવાય તે પ્રવૃત્તિ કરવા પ્રેરાતો નથી, માટે શાસ્ત્રકાર ધર્મ કાર્યનું ફળ દર્શાવી લેકોને ધમ કાર્ય કરવા પ્રેરવાની ઈચ્છા રાખતા. લખે છે કે -
फलप्रधान आरम्भ इति सल्लोक नीतितः । संक्षेपादुक्तमस्येदं व्यासतः पुनरुच्यते ॥१॥
અથ –જેનું ફળ છે એ આરંભ કરવો એવો પ્રકારની સંપુરૂષેની નીતિ છે, માટે ધર્મનું ફળ આ છે, એમ સંક્ષેપથી પૂર્વે કહ્યું છે, હવે વિસ્તારથી તે કહેવામાં આવે છે.
ભાવાર્થ:--શિષ્ટ જનને એવો આચાર છે કે જે કાર્યનું ફળ પિતાને ઈષ્ટ લાગે, તેવું આવવાને નિશ્ચય હોય તે કાર્ય આદરે. માટે પ્રથમ પ્રારંભમાં જ ધર્મનું ફળ કહેવામાં આવ્યું હતું કે, “ધર્મ ધનના અથને ધન આપનાર છે, કામીજનને તેમના સર્વ કામનાના પદાર્થ આપનાર છે; અને પરંપરાએ મોક્ષને સાધનારે છે.” એ સામાન્ય ફળને બદલે હવે ધર્મનું વિશેષ ફળ વિસ્તારથી અત્રે કહેવામાં આવશે.
અહીંયાં કોઈ શંકા કરે કે પ્રથમથી જ વિસ્તારથી ધર્મનું ફળ . કેમ કહેવામાં ન આવ્યું, તેને પ્રત્યુત્તર શાસ્ત્રકાર આપે છે કે –
प्रवृत्त्यङ्गमदः श्रेष्ठं सत्त्वानां प्रायशश्च यत् । आदौ सर्वत्र तद्युक्तमभिधातुमिदं पुनः ॥२॥