________________
૪૧૮ ]
ધમબિન્દુ भोगो दानेन भवन्ति देहिनां सुरगतिश्च शालेन । भावनया च विमुक्तिस्तपसा सर्वाणि सिध्यन्ति ॥१॥
પ્રાણીમાત્રને ભોગ દાન વડે મળે છે; દેવતાની ગતિ શીલથી મળે છે; ભાવનાથી મુકિત મળે છે; અને તપથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે.
આવું જ્યારે સાંભળવામાં આવે છે ત્યારે તેવું મેળવવાની ઈચ્છાથી, અથવા સ્વજનના આગ્રહથી, તથા બળાત્કારથી કેટલાક પુરૂષએ દીક્ષા લીધેલી છે. તેમનાં નામ ગોવિંદવાચક, સુંદરાનંદ, આર્ય સુહસ્તિગિરિએ દીક્ષા આપેલો કેઈ રંક પુરૂષ, તથા ભવદેવ તથા કરાટક્મણિ વગેરે.
આ સર્વ પુરૂષોએ જ્યારે દીક્ષા લીધી ત્યારે તાત્વિક ઉપવેગ રહિત તેઓ હતા; કેવળ તેઓએ દીક્ષા ગ્રહણ કરી એજ તેમની યોગ્યતા આ સંબંધમાં હતી, એમ શાસ્ત્ર રચનારાઓએ જાણી શાસ્ત્રમાં લખેલું છે. આવી દીક્ષા લેવાની પ્રવૃત્તિ જ સદ્દભાવ વાળી દીક્ષા અંગીકાર કરવાની યોગ્ય કાળનું કારણ શી રીતે થઈ શકે એવી શંકા સ્વાભાવિક રીતે દરેકના હૃદયમાં પેદા થાય. તે શંકાને જવાબ શાસ્ત્રકાર આપે છે – तस्यापि तथा पारंपर्यसाधनत्वमिति ॥६१॥
અર્થતે પ્રવૃતિ માત્ર પણ પરંપરામાં સારી રીતે (ભાવયતિપણાનું) કારણ છે.
ભાવાર્થ –કેટલાક પુરૂષે ઉપર જણાવેલા ભોગાભિલાષથી, એટલે દીક્ષાથી દેવી તથા મનુષ્ય સંબંધી સુખ મળશે, એવું સાંભવાથી, દ્રવ્ય દીક્ષા અંગીકાર કરે છે, પણ તે દીક્ષા પાળવાના સતત અભ્યાસથી ભોગભિલાષને ત્યાગ કરે છે, અને ચારિત્ર મેહનીય