________________
અદયાય-૬
[ ૪૧૭
છે. પણ સદ્ધર્મ કાર્યને માટે ઉત્સુકપણું દેખાતું નથી. માટે ઉત્સુકપણું તે ખરૂં કારણ નથી; માટે સારા ઉપાયપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરવી એજ કાર્ય સિદ્ધનું લક્ષણ છે. એજ મારા શાસ્ત્રમાં લખેલું છે કે
अत्वरापूर्वकं सर्व गमनं कृत्यमेव ।। प्रणिधानसमायुक्तमपायपरिहारतः ।।
સર્વ પ્રકારનું ગમન અથવા કાર્ય ઉતાવળ વિના કરવું, કેમકે કટનો પરિહાર કરવાથી ચિત્તના એકાગ્રપણાથી કાર્યસિદ્ધ થાય છે. માટે ઉસુકપણ ને ત્યાગ કરી, પિતાને ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી. જે ઉસુકપણું પ્રવૃત્તિના કાળને સૂચવનાર ન હોય તો તે કોણ સૂચવે છે ? તેને જવાબ શાસ્ત્રકાર આપે છે – प्रभूतान्येव प्रवृत्तिकालसाधनानीति ॥५९॥
અર્થ - પ્રવૃત્તિકાળને સૂચવનારા સાધને (કારણે) ઘણાં છે.
ભાવાથ:–અમુક કાર્યને આરંભ કરવાને યોગ્ય સમય થયો છે, તે સૂચવનારા એક બે નહિ પણ અનેક કારણે છે, હવે તે જણાવે છે – निदानश्रवणादेरपि केषांचित्प्रवृत्तिमात्रदर्शनादिति ॥६॥
અર્થ –નિદાન શ્રવણ વગેરેથી કેટલાકની પ્રવૃતિ માત્ર દેખાય છે, માટે અનેક કારણો છે.)
ભાવાર્થ:-નિદાન એટલે કારણ, જેમ રોગનું નિદાન એટલે રોગ ઉપજવાનું કારણ જાણીને માણસ તેનાથી અટકે છે, તેમ સાંસારિક તથા સ્વર્ગીય ઉપભોગનું કારણ દાન છે એમ શાસ્ત્રમાં સાંભળીને તેમાં પ્રવૃત્તિ કરે છે.
૨૭