________________
૪૧૬]
ધમબિન્દુ ભાવાર્થ:-માણસ કઈ કામ કરવા ઉત્સુક થાય, તે ઉપરથી તેને તે કામ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે, એમ માનવાનું નથી. કઈ મણિસ અત ભૂખ્યો થાય, તે ઉપરથી તેને ભોજનના અવ– સર સિવાય ભોજન મળતું નથી. ભોજન તે ભજનના અવસરે જ મળે છે; તેમ જે ધર્મ સાધન કરવાને અવસર છે, તે અવસર પામ્યા સિવાય તે ધમ સાધન કરવા કોઈ પ્રવૃત્તિ કરે તે તેમાં તે નિષ્ફળ જાય છે, એટલું જ નહિ પણ જે કાર્ય કરવાને પોતે લાયક હત, તે પણ ચૂકી જાય છે. આ રીતે અનુચિત કાર્ય આરંભ કરનાર ઉભય ભ્રષ્ટ થાય છે. કઈ કહેશે આ બધું કહ્યું તેને સાર છે તે તે જણાવે છે:
इति सदोचितमिति ॥५७॥ અર્થ –નિરંતર ઉચિત કર્તવ્ય કરવું.
ભાવાર્થ –ઉત્સુકપણાને ત્યાગ કરીને પિતાને જે ઉચિત હોય તેને આરંભ સદા કરો. પિતાને કયું કામ કરવાની હૃદયમાં ઉત્સુકતા છે, તેને વિચાર ન કરતાં પોતાને કરવાનું કયું કામ ઉચિત. છે, તે ધ્યાનમાં રાખી તેને આરંભ કરો. . तदा तदसत्वादिति ॥५८||
અથ–તે સમયે તે (ઉત્સુકપણું) અસત છે માટે નિરંતર ઉચિત કાર્ય કરવું)
ભાવાથ–પ્રવૃત્તિકાળમાં ઉત્સુકપણને અભાવ છે; માટે જે બુદ્ધિમાન પુરૂષે છે, તે કાર્યમાં પ્રવૃત્તિ કરતી વખતે ઉત્સુક્તાને. આશ્રય લેતા નથી, એટલે ઉત્સુક્તા પર આધાર રાખતા નથી.
જે સદુપાય છે, તે કાર્યને સિદ્ધ કર્યા વિના અટકતું નથી; અને કાર્યમાં પણ તે કારણને ભાવ જણાઈ આવે છે; જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી છે, તે ઘડે બનાવવાની પ્રવૃત્તિકાળમાં જણાય