________________
અધ્યાય-૬
[ ૪૧૫
अकालौत्सुक्यस्य तत्वतस्तत्त्वादिति ॥५५॥
અર્થ—અનુચિતકાળે જે ઉત્સુપણું છે, તે પરમાર્થથી (ખરી રીતે) આર્તધ્યાનપણું જ છે.
ભાવાર્થ –જે કાર્ય કરવા આપણે ધારીએ, અથવા ઈચ્છા રાખીએ તે કાર્ય કરવાને સમય થયો ન હોય છતાં, તે કાળને'ઉચિત કાર્યને ત્યાગ કરીને, અનુચિત કાર્યનો પ્રારંભ કરીએ તો
તે કાર્ય વ્યવહારથી ધર્મધ્યાન ગણવા છતાં પરમાર્થથી (ખરી રીતે) -આર્તધ્યાન સ્વરૂપીજ છે; અર્થાત્ અનુચિત કાર્યના આરંભથી જ આર્તધ્યાનજ થાય છે. જેની ઇન્દ્રિયો પિતાને સ્વાધીન નથી, અને
જેનું મન પિતાને વશ નથી, તે ચતુર્થવ્રત અંગીકાર કરે તે પરિ– ૧ણામ આધ્યાન સિવાય બીજું કશું આવી શકે જ નહિ.
ભગવદ્ગીતામાં લખ્યું છે કેकमेन्द्रियाणि संयम्य यस्त्वास्ते मनसा स्मरन् । इन्द्रियार्यान् विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥१॥
જે પુરૂષ કર્મેન્દ્રિયોને દબાવી રાખે છે, પણ મનથી ઈન્દ્રિયના વિષયોનું સ્મરણ કરતો રહે છે, તે વિમૂઢ આત્મા મિથ્યા આચારવાળે કહેવાય છે. તે કેવળ અજ્ઞાન શરીર કષ્ટ છે; મન વશ થયેલું નથી, ત્યાં સુધી મિથ્યાચાર છે, અને આ ધ્યાનના હેતુરૂપ છે.
આ સ્થળે કઈ શંકા કરે કે જે માણસ ઉત્સુક છે, તે પ્રવૃત્તિ કાળ પામી શકશે, પણ અનુત્સુક છે તે પુરૂષ પ્રવૃત્તિકાળ શી રીતે પામી શકશે ? તેને ઉત્તર શાસ્ત્રકાર આપે છે.
नेदं प्रवृत्तिकालसाधनमिति ॥५६॥ અર્થ-ઉત્સુકપણું પ્રવૃત્તિકાળનું સાધન નથી.