________________
અધ્યાય-૬
" [ ૪૧૮
કમને અતિ તીવ્ર ઉદય ન હોય, તો ખરી દીક્ષા અંગીકાર કરવાને લાયક તેઓ બને છે; જેમકે ગોવિંદવાચક વગેરે માટે દ્રવ્યદીક્ષા પણ દીક્ષાનું પરંપરાએ કારણ છે.
કોઈ આ સ્થળે સ્વાભાવિક રીતે શંકા કરે છે કે તમારા મત પ્રમાણે માણસ દીક્ષા લેવાની પ્રવૃત્તિ કરે, એટલે તે યોગ્ય થયે સમજે. તેને જવાબ શાસ્ત્રાર ખુલ્લી રીતે આપે છે કે – यतिधर्माधिकारश्चायमिति प्रतिषेध इति ॥६२॥
અર્થ–(શુદ્ધ) યતિધર્મ કહેવાને આ અધિકાર છે, માટે (દીક્ષા લેવાની પ્રવૃતિ માત્રનો) નિષેધ છે.
ભાવાર્થ આપણે ઉત્સર્ગ અને ખરે માર્ગ પ્રરૂપવાને આરંભ કરેલો છે તેથી શુદ્ધ યતિધર્મનું જ વર્ણન અમે કરીશું, માટે કેવળ દીક્ષાની પ્રવૃત્તિને જ દીક્ષાની યોગ્યતા માનવી, તેને અમે નિષેધ કરીએ છીએ. કેમકે ગમે તેવા પુરૂષ કેવળ દીક્ષા લેવાથી ભાવયતિપણાને લાયક થતું નથી. જેમ. કીડે લાકડું કોતરે, અને કે તરતાં કરતાં કદાચ કોઈ અક્ષરના જેવો આકાર કોતરી કાઢે, પણ કીડે અક્ષરજ ઉતરશે એમ નિશ્ચયતાથી ન કહી શકાય. તેવી રીતે ગવંદવાચક જેવા કેઈ દ્રવ્ય દીક્ષા પછી તે પાળવાથી ભાવ દીક્ષા પાળવાને લાયક થાય છે, પણ તે ઉપરથી ગમે તેવાને દીક્ષા આપવાથી તે ભાવયતિપણાને લાયક થશે, એમ નિશ્ચયતાથી કહી શકાય નહિ; માટે સર્વ જગ્યાએ ઉચિતપણાને વિચાર કરી પ્રવર્તવું. કેવળ પ્રવૃત્તિ માત્રને તો નિષેધજ છે, એ બાબતને વધારે સમર્થન કરતાં શાસ્ત્રકાર લખે છે કે – न चैतत्परिणते चारित्रपरिणाम इति ॥६३॥
અથચારિત્રના પરિણામ પરિણમ્યા પછી ઉત્સુકપણું સંભવે નહિ.