________________
અધ્યાય-૬
[ ૪૦૩ ભાવાર્થ-શ્રુતમય બુદ્ધિથી જે જોયું અથવા જાણ્યું અથવા શ્રુતમય બુદ્ધિથી જે જાણવામાં તથા જોવામાં આવ્યું તે જ્ઞાન કહી શકાય નહિ. પણ ભાવના વડે જે જાણવામાં તથા જોવામાં આવે છે, તેજ ખરૂં જ્ઞાન છે.
કહેવાને ભાવાર્થ એ છે કે જેવી રીતે ભાવનાથી વસ્તુનું જ્ઞાન થાય છે, તેવી રીતે કેવળ શ્રુતજ્ઞાનથી થતું નથી. જે વસ્તુને સાંભળી મનન કરી, અને નિદિધ્યાસન કરી હોય તેનું જ જ્ઞાન યથાર્થ કહી શકાય. શ્રુતજ્ઞાનથી જાણે તે ન જાણ્યા બરાબર કેમ ગણવું તેને જવાબ શાસ્ત્રકાર આપે છે.
उपरागमात्रत्वादिति ॥३२॥
અથ–શ્રુતજ્ઞાનથી ફક્ત બાહ્યથી રંગવાપણું છે તે કારણથી (શ્રુતજ્ઞાને કરી જાણેલું ન જાણ્યા સમાન છે.)
ભાવાર્થ-જેમ સફટિક મણિની નીચે કોઈ પણ રંગનું પુષ્પ મૂકવામાં આવે તો તે સફટિક મણિ તેવા રંગને દેખાય છે; પણ ખરેખર તે તે થતું નથી, કારણ કે બંનેને સંબંધ બાહ્ય છે. તે જ રીતે શ્રતજ્ઞાનથી આત્માને જે બોધ થાય છે, તે કેવળ ઉપર છે, તેથી હૃદયની પરિણતિને એકદમ અસર થતી નથી. માટે શ્રુતજ્ઞાનથી જાણેલું તે નહિ જાણ્યા સમાન અને ભાવના જ્ઞાનથી જાણેલું તેજ ખરૂં જ્ઞાન છે.
શ્રતજ્ઞાન કેવળ ઉપર ઉપરનું છે એમ શી રીતે કહે છે, તે તેને જવાબ શાસ્ત્રકાર આપે છે.
दृष्टवदपायेभ्योऽनिवृत्तेरिति ॥३३॥
અથઃ—જેયેલા અપાય (અનર્થ) થી માણસ નિવૃત્તિ પામતે નથી માટેજ (શ્રુતજ્ઞાન ઉપર ઉપરનું છે.)