________________
૪૦૨ 1.
ધર્મબિન્દુ
બીજા શબ્દમાં આ સ્વરૂપને વેદાંત પણ કહે છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન, પ્રથમ સાંભળવામાં આવે છે, તે ઉપર જણાવેલા કૅઠારમાં રહેલા ધાન્યના બીજ સમાન છે, જેમાં તે બીજ વૃદ્ધિ પામતું નથી, તેમ શ્રુતજ્ઞાન વૃદ્ધિ પામતું નથી. તેથી તે જેટલું સાંભળ્યું તેટલું ગ્રહણ કરવામાં આવે છે; પછી તે ઉપર મનન કરવામાં આવે છે; સંકલ્પ વિકલ્પાત્મક મન પિતાનું લક્ષ તે તરફ દેરવે છે; અને તેને વિશેષાર્થ શોધી કાઢે છે. જેમાં તેલનું બિંદુ જળમાં પ્રસરે છે, તેમ મનના વ્યાપારથી તે સાંભળેલા જ્ઞાન સંબંધી વિશેષ જાણ થાય છે. પણ તેનું ખરૂં રહસ્ય તો ભાવનાથી જ નિદિધ્યાસનથી જ પ્રાપ્ત થાય છે. જ્યારે આત્માનું સર્વ સામર્થ્ય તે તરફ દેરવામાં આવે છે, ત્યારે જ્ઞાતા, જ્ઞાન અને સેય ત્રણેનું અય થાય છે, અને વસ્તુનું યથાર્થ જ્ઞાન મળે છે. આ ભાવનાજ્ઞાન છે.
વળી બીજી રીતે કહીએ, તે પ્રથમ શ્રવણ ગ્રહણ કરે છે, પછી મગજ-બુદ્ધિ કબૂલ કરે છે, અને પછી હૃદય તેને સ્વીકાર કરે છે.
જ્યારે હદય સ્વીકાર કરે ત્યારે જ યથાર્થ જ્ઞાન છે એમ વિશ્વાસથી કહી શકાય. માટે હૃદયથી ખરા અનુભવથી સ્વીકારાયેલું જ્ઞાન તેજ ભાવના જ્ઞાન; અને તે જ ખરૂં જ્ઞાન, અને તે જ ખરી શ્રદ્ધા કહ્યું છે કે
Right belief leads to right thoughts and right thoughts lead to right actions. - શુદ્ધ શ્રદ્ધા શુદ્ધ વિચારોને પ્રેરે છે, અને શુદ્ધ વિચારે શુદ્ધ કાર્યોને પ્રેરે છે. માટે ભાવનાજ્ઞાન (શ્રદ્ધા) તેજ ખરૂં જ્ઞાન છે. તેજ બાબત ઉલટાવીને શાસ્ત્રકાર લખે છે. नहि श्रुतमय्या प्रज्ञया भावनादृष्टज्ञातं ज्ञातंनामेति ॥३१॥
અર્થ-કૃતમય બુદ્ધિથી જાણેલું તે જ્ઞાન નહિ પણ ભાવનાથી જોયેલું અને જાણેલું તેજ જ્ઞાન.