________________
૩૯૨ ]
ધર્મબિન્દુ નહિ, અને ખરા જ્ઞાનીઓના અભાવે તીર્થની લઘુતા થાય, અને છેવટે વિચ્છેદ જવાને પણ ભય રહે.
આ રીતે સાપેક્ષ યતિધર્મને યોગ્ય પુરૂષોનું વર્ણન કર્યું. હવે નિરપેક્ષ યતિધર્મને 5 પુરૂષનું વર્ણન કરે છે -
नवादिपूर्वधरस्य तु यथोदितगुगस्यापि, साधुशिष्यनिपत्तौ साध्यान्तराभावतः सति कायादि सामर्थे सवीर्याचारसेवनेन, तथा प्रमादजयाय सम्यगुचितसमये आज्ञाप्रामाण्यतस्तथैव योगवृद्धःप्रायोपवेशनाच्छेयानिरपेक्षयतिधर्म इति।११॥
અર્થ-પૂર્વ કહેલાં ગુણવાળો અને નવથી પણ વધારે પૂર્વને જાણકાર સાધુ સારા શિષ્યો મેળવ્યા પછી અને કાંઈ પણ સાધવા ગ્ય વસ્તુ નહિ રહેવાથી, શરીર સામર્થ્ય હેવાથી સદ્દવીર્યાચાર સેવીને ગ્ય સમયે પ્રમાદ ઉપર જય મેળવવા અને પેગની વૃદ્ધિ અર્થે આજ્ઞાના પ્રમાણપણથી અનશનની જેમ નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરે તે ઉતમ છે.
ભાવાર્થ –સાપેક્ષ યતિધર્મને માટે જણાવેલા ગુણે નિરપેક્ષ યતિધર્મ પાળનારમાં લેવા જોઈએ, તે ઉપરાંત નવમા પૂર્વની ત્રીજી વસ્તુથી આરંભીને કાંઈક ન્યૂન દશપૂર્વ સુધી જ્ઞાનવાળો તે હવે જોઈએ. વળી પોતે નિરપેક્ષ યતિધર્મ ગ્રહણ કરે, તે પૂર્વે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાધિપતિના પદ ઉપર સારા શિષ્યોને તેણે સ્થાપેલા લેવા જોઈએ.
નિરપેક્ષ યતિધર્મ સિવાય બીજું કાંઈ સાધવા યોગ્ય રહેલું ન હોવું જોઈએ. નિરપેક્ષ યતિધર્મ પાળવા જેવું શરીરબળ, અને મોબળ જોઈએ, તેવું તેનામાં હેવું જોઈએ, અને પિતાનામાં તે સામર્થ્ય છે, તેને વિશ્વાસ તે સામને ઉપયોગ કરવાથી તેનામાં