________________
અધ્યાય-૬
[ ૩૯૧
ભાવાથ–બીજાઓને ધર્મના ઉચ્ચ જ્ઞાનને બોધ આપ તેના જેવો ઉત્તમ માર્ગ આ જગતમાં બીજો એક પણ નથી. કારણ કે તેમાં મન, વચન અને કાયા, જેવા શુદ્ધ વ્યાપારમાં પ્રવર્તે છે, તેવા બીજા કોઈ અનુષ્ઠાનમાં વર્તતા નથી. આ પરોપકારથી અનેક કર્મની નિજર થાય છેમાટે જેનામાં જ્ઞાનની શક્તિ છે તેમણે બીજાને સધ આપવો. જ્ઞાન મેળવવું એ પણ ઉતમ છે, પણ મેળવેલા જ્ઞાનને બીજાને લાભ આપવો તે વિશેષ ઉત્તમ છે.
तथा निरपेक्षधर्मोचितस्यापि तत्प्रतिपत्तिकाले परपरार्थसिद्धौ तदन्यसंपादकाभावे प्रतिपत्तिप्रतिषेधाच्चेति।१०।
અર્થ––નિરપેક્ષ યતિધર્મ પાળવાને યોગ્ય એવા પુરૂષને પણ તે ધર્મ અંગીકાર કરવાના સમયે બીજા જના ઉત્કૃષ્ટ અર્થને સિદ્ધ કરવા અન્ય પુરૂષનો અભાવ હેય તે નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરવાને પ્રતિષેધ છે, માટે પારકાનું હિત કરવું એજ અતિ ઉત્તમ માર્ગ છે.
ભાવાથ:--કોઈ સાધુ નિરપેક્ષ યતિધર્મ પાળવાને યોગ્ય હોય પણ બીજા જ સમ્યગ્દર્શન વગેરે મેળવવાને આતુર હોય, અને સોધથી તેમને સમ્યગ્દર્શન પમાડે તેવા પુરૂષનો અભાવ હોય, તો નિરપેક્ષ યતિધર્મ તે સાધુ અંગીકાર કરી શકે નહિ એવી શાસ્ત્રની આજ્ઞા છે. તે ઉપરથી પણ સિદ્ધ થાય છે કે પરોપકાર એ જ ઉત્તમ માર્ગ છે. મહાવીર ભગવંતે તીર્થ પ્રવર્તાયુ તેને હેતુ એ જ કે તેમાં જે વિશેષ જ્ઞાનીઓ હેય તે અલ્પજ્ઞાનીઓને પોતાના શાનને લાભ આપી તેમને બીજાઓને બેઘ આપવા લાયક અધિ. કારી બનાવે; પણ જે વિશેષ જ્ઞાનીઓ છે, તે પોતાનું જ હિત સાધવા નિરપેક્ષ યતિધર્મ પાળવા મંડી જાય તો જ્ઞાનપરંપરા ચાલે