________________
૩૯૦ ]
ધર્મબિંદુ तस्यैव च गुरुत्वादिति ॥६॥ અર્થ–પરનું કલ્યાણ કરવું તેજ ઉત્તમ છે.
ભાવાર્થ-“ચ” શબ્દ ભાર રૂપે મૂકવામાં આવ્યો છે. સર્વધર્માનુષ્ઠાન કરતાં પારકાને ઉપકાર કરવો એ જ ઉત્તમ અનુષ્ઠાન છે.. જે મહાન પુરૂષો છે, તે સ્વાર્થ ત્યાગ કરીને પણ પરમાર્થ કરવા. પ્રેરાય છે. પરોપકારમાંજ ખરે સ્વાર્થ સધાય છે.
પરોપકાર આટલો બધે ઉત્તમ કેમ ગણવામાં આવે છે? તેને. જવાબ આપે છે.
सर्वथा दुःखमोक्षणादिति ॥७॥ અર્થ:સર્વ પ્રકારના દુઃખથી છુટા થવાય છે તેથી
ભાવાર્થ –પરોપકારથી સર્વ રીતે પિતાનાં તથા પરના શારીરિક તેમજ માનસિક દુઃખને નાશ થઈ શકે છે, માટે પરેપકાર એજ ઉત્તમ માર્ગ છે.
तथा संतानप्रवृत्तेरिति ॥८॥ અર્થા–તેથી સંતાનની પ્રવૃત્તિ થાય છે.
ભાવાર્થ –પરોપકાર કરવાથી, એટલે જ્ઞાનને બેધ બીજાને આપવાથી શિષ્ય થાય, વળી તેના શિષ્યો થાય, એ રીતે તીર્થની પરંપરા ચાલે જ માટે પોપકાર એ ઉત્તમ માર્ગ છે. જે સર્વ સાધુએ નિરપેક્ષ યતિધર્મ પાળે, અને પિતાનું હિતજ સાધે તે. તીર્થને વિચ્છેદ થાય.
तथा योगत्रयस्याप्युदग्रफलभावादिति ॥९॥
અર્થ–ત્રણ વેગનું પણ મેટું ફળ મળે તે હેતુથી. १ स्वार्थान् सतां गुरुतरा प्रयिक्रियेव ॥ कालिदास.