SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૬ [ ૩૦૩ સ્થિર થયેલ છે જેઈએ. તે સાધુ નિદ્રા વગેરે પ્રમાદ ઉપર જય મેળવવા સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રના વ્યાપાર રૂપ યોગની વૃદ્ધિને માટે નિરપેક્ષ વતિધર્મ અંગીકાર કરી શકે. આ ધર્મ અંગી કાર કરવાનો સમય યોગ્ય નક્ષત્ર, તીથિ વગેરેને રાખવો જોઈએ, યોગ્ય સમયે જેમ અનશન ગ્રહણ કરે તેમ જિનક૯પ વગેરે નિરપેક્ષ યતિધર્મ સાધુ પ્રહણ કરે એ અર્થ છે. तथा तत्कल्पस्य च परं परार्थलब्धिविकलस्येति ॥१२॥ અર્થ-પૂર્વના જે ગુણવાળો હોય અને પારકાને ઉપકાર કરવાની શક્તિ ન હોય તે પણ નિરપેક્ષ યતિધર્મને માટે લાયક છે. ભાવાર્થ-જે સાધુ નિરપેક્ષ યતિધર્મ પાળે તેના જેવા ગુણવાળે બીજો કોઈ હોય, અને કોઈપણ પ્રકારના અન્તરાય કર્મના 'ઉદયથી પારકાનું હિત કરવા અને તે દ્વારા શિષ્ય-પ્રશિષ્યો મેળવવા અસમર્થ હોય તે નિરપેક્ષ યતિધર્મ ગ્રહણ કરે. બીજાનું જેનાથી ભલું ન થઈ શકતું હોય, તે છેવટે પોતાનું હિત સાધે એવો ભાવાર્થ સમજાય છે. આ પ્રમાણે બે વિભાગ પાડવાનું શું કારણ? તેને જવાબ - શાસ્ત્રકારજ આપે છે:– उचितानुष्ठानं हि प्रधानं क्षयकारणमिति ॥१३॥ અર્થ -ઉચિત અનુષ્ઠાન એ કર્મ ક્ષય કરવાનું મુખ્ય કારણ છે. ભાવાર્થ --જેને માટે જે લાયક હોય, તેને માટે તે ઉચિત “અનુષ્ઠાન કહેવામાં આવે છે. પિતાના ગુરુ તથા સ્વભાવને ઉચિત પ્રવૃત્તિમાં જ પ્રયાસ કરનાર હંમેશા વિજયી નીવડે છે. માટે ઉચિત -અનુષ્ઠાન જ કર્મ કરવાનું મુખ્ય કારણ છે.
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy