________________
અધ્યાય-૫
[ ૩૮૩ પ્રતિમા કલ્પરૂપ નિરપેક્ષ યતિધર્મ પાળનાર ચેમાસા વિનાને કાળ માં ગામમાં જ્ઞાતપણે એક રાત્રિ રહે, અને જે અજ્ઞાત હોય તે એક રાત્રિ પણ રહે અથવા બે રાત્રિ પણ રહે. પડિમાધર મુનિ આવ્યા એવું ગામના લેકે જાણે ત્યાં એક રાત્રિ રહે, અને લેકે ન જાણે તો એક રાત અથવા બે રાત રહે. જિનકલ્પિક જેવા બીજા નિરપેક્ષ સાધુઓ સાતપણે કે અજ્ઞાતપણે એક માસ પર્યન્ત રહે.
तथा नियतकालचारितेति ॥९४॥ અથ–નિયમ કરેલા કાળને વિષે ભિક્ષાચરણ કરે.
ભાવાર્થ –શાસ્ત્રમાં લખ્યું છે કે ત્રીજી પિરસીને સમયે - સાધુએ ગોચરી માટે નીકળવું તે તેજ પ્રમાણે આ નિરપેક્ષ યતિધર્મ પાળનાર તે સમયેજ ભિક્ષા ગ્રહણ કરવા નીકળે.
तथा प्राय ऊध्वस्थानमिति ॥९५॥ અર્થ–પ્રાયઃ કાયોત્સર્ગ મુદ્રાએ રહે.
ભાવાર્થ-જે નિરપેક્ષ યતિધર્મ પાળનાર છે, તે ઘણેભાગે કાર્યોત્સર્ગ મુદ્રામાં રહે..
तथा देशनायामप्रबन्ध इति ॥१६॥ અર્થ–દેશના દેવામાં બહુ ભાવ ન રાખે.
ભાવાથી–નિરપેક્ષ યતિ ધર્મકથા કરવા બહુ ભાવ રાખતો નથી. છતાં સાંભળવા માટે જ્યારે શ્રેતાવર્ગ બહુ આગ્રહ કરે તો એક બે વચનમાં શાસ્ત્રને સાર સમજાવે. કારણ કે ઘણે ભાગે તે આ મુનિ કાર્યોત્સર્ગ ધ્યાનમાંજ મગ્ન રહે છે.
तथा सदाऽप्रमत्ततेति ॥९७॥ અર્થ-નિરંતર પ્રમાદરહિતપણે વતે.