________________
{ ૩૮૪ ]
ધમબિન્દુ ભાવાર્થદિવસે તેમજ રાત્રે પાંચ પ્રકારના પ્રમાદને ત્યાગ. કરી સાવધાન રહે. તે એક ક્ષણવાર પણ અસાવધ ન રહે. નિરંતર. મન તથા ઈન્દ્રિયોને પિતાને સ્વાધીન રાખે. તેમના પર પિતાને સંયમ એક ક્ષણવાર પણ જવા દે નહિ.
तथा ध्यानकतानत्वमितीति ॥९८॥ અર્થ –ધ્યાનને વિષે એકાગ્રપણું રાખે.
ભાવાર્થ –ધર્મધ્યાનમાં મનને તલ્લીન રાખે. મનને બાહ્ય. વિષયમાં ભટકવા દે નહિ, પણ ધર્મધ્યાનમાં અથવા સ્વાધ્યાયમાં સ્થિર એકાગ્ર રાખે.
હવે યતિ ધર્મની સમાપ્તિ કરતાં શાસ્ત્રકાર લખે છે કે
सम्यग्यतित्वमाराध्य महात्मानो यथोदितम् । संप्राप्नुवन्ति कल्याणमिह लोके परत्र च ॥१॥
અર્થ–મહાત્મા પુરૂષે સમ્યગ્ન પ્રકારે પૂર્વે કહ્યા પ્રમાણે યતિધર્મ પાળે છે, તે આ લેકમાં તથા પરલોકમાં કલ્યાણ પામે છે; એટલે પરંપરાએ મોક્ષ સુખ મેળવવા ભાગ્યશાળી થાય છે.
આ લેકમાં શું કલ્યાણ મેળવે છે તે શાસ્ત્રકાર જણાવે છે –
क्षीराश्रवादिलब्ध्योघमासाद्य परमाक्षयम् । कुर्वन्ति भव्यसत्त्वानामुपकारमनुत्तमम् ॥२ ॥ इति ।
અર્થ-તે મહાપુરૂષ ક્ષીરાવ વગેરે ઉત્તમ અને અક્ષય લબ્ધિના સમૂહને મેળવીને ભવ્ય પ્રાણીઓ ઉપર અતિશય ઉત્તમ ઉપકાર કરે છે.