________________
૩૮૨ ]
ઘર્મબિન્દુ યતિધર્મ પાળનારાં સાધુ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કરે. શાસ્ત્ર એજ તેને ગુરૂ સમજવો.
तथा अल्पोपधित्वमिति ॥९०॥
અર્થા–ઉપકરણ અલ્પ રાખે.
ભાવાર્થ-સાપેક્ષ યતિ ધર્મ પાળનારની અપેક્ષાએ નિરપેક્ષ યતિધર્મ પાળનાર બહુ જ ચેડાં ઉપકરણ (વસ્ત્ર પાત્ર વગેરે) રાખે,
तथा निःप्रतिकर्मशरीरतेति ॥११॥ અર્થ–પ્રતિકાર રહિતપણે શરીરને ધારણ કરે.
ભાવાર્થ-નિરપેક્ષ યતિધર્મ પાળનાર માંદે થાય તે પણ રોગ પ્રતિકાર કર્યા સિવાય તેવી સ્થિતિમાં શરીર હોય, તેવી સ્થિતિમાં રાખે.
अपवादत्याग हति ॥१२॥ અર્થ-અપવાદ માગને ત્યાગ કરે.
ભાવાર્થ-જે સાપેક્ષ યતિધર્મ પાળનાર સાધુ છે, તે સામાન્ય રીતે ઉત્સર્ગ માર્ગ પાળે છે, અને ઉત્સર્ગ માર્ગે ન ચલાય તો બહુ લાભ અને અલ્પદોષવાળે અપવાદ માર્ગ ગ્રહણ કરે છે, પણ જે નિરપેક્ષ યતિધર્મ પાળનાર છે, તે જીવ જાય તો ભલે પણ અપવાદ માર્ગ ગ્રહણ કરે નહિ. કેવળ ગુણમય ઉત્સર્ગ માર્ગ જ ગ્રહણ કરે.
तथा ग्रामैकरात्रादिविहरणमिति ॥९३॥
અર્થ –તથા ગામમાં એક રાત્રિ વિહાર કરે, ઈત્યાદિ પ્રકારે વિહાર કરે. .
ભાવાર્થ – ગામને વિષે તથા ઉપલક્ષણથી નગર વિષે એક રાત્રિ રહે; કેઈ સમયે બે રાત્રિ રહે, અને વધારામાં વધારે માસ કલ્પ કરે. અને સ્પષ્ટપણે અર્થ આ પ્રમાણે છે.