________________
અધ્યાય–૫
[ ૩૮૧ ભાવાર્થસાધુએ શુદ્ધબ્રહ્મચર્ય પાળવાનું છે, એ તે વાત સુવિદિત છે, કારણ કે એથે મહાવ્રત પાળવાની આજ્ઞા છે જ, છતાં સંલેખન કર્યા પછી પણ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવાને ઉપદેશ આપવાના હેતુ, શરીર શુષ્ક થઈ ગયું છે, છતાં પુરૂષ વેદનીય (મૈથુનાભિલાષા) વશ કરવું તે કામ સરળ નથી, તે બતાવવાનું છે..
હવે સંલેખના કર્યા પછી શરીરને શીધ્ર નાશ કરનાર વિષ• વિશુચિકા (કલેરા) ઈત્યાદિ કોઈ દેષ ઉત્પન્ન થાય ત્યારે શું કરવું તે જણાવે છે.
विधिना देहत्याग इतीति ॥८७॥ અથર–વિધિ પ્રમાણે દેહનો ત્યાગ કરવો.
ભાવાર્થ-આલોયણા કરવી, વ્રતને ઉચ્ચાર કર. સર્વ જીવને ખમાવવા, અનશન કરવું, શુભભાવના ભાવવી, પંચપરમેષ્ટિનું સ્મરણ કરવું. વગેરે વિધિ સહિત દેહને ત્યાગ કરવો, પંડિત, મરણની આરાધના કરવી. આ રીતે સાપેક્ષ યતિધર્મનું વર્ણન. કરવામાં આવ્યું. હવે નિરપેક્ષ યતિ ધર્મનું વર્ણન કરે છે.
निरपेक्षयतिधर्मस्त्विति ॥८॥ અર્થ –નિરપેક્ષ યતિ ધર્મ આ પ્રમાણે છે.
ભાવાર્થ:–જેને ગુરૂકુળવાસની જરૂર નથી એવા જિનકપી? સાધુને નિરપેક્ષ યતિધર્મ હવે વર્ણવામાં આવે છે.
वचनगुरुतेति ॥८९॥ અથ –આગમને ગુરૂ માને.
ભાવાર્થજેમ સાપેક્ષ યતિધર્મને પાળનાર સાધુ સર્વ બાબતમાં ગુરૂને પૂછી, ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તે; તેમ નિરપેક્ષ.