________________
અધ્યાય-૫
[ ૩૬૧
વધારે આહાર કરવો નહિ. ઈન્દિરૂપી ઘોડા બહેકી ન જાય, અને તેમના સ્વામીને વશ રહે તે માટે આહાર યોગ્ય પ્રમાણમાં લેવાનો ઉપદેશ છે.
विभूषापरिवर्जनमिति ॥४८॥ અર્થ-સાધુએ શણગારનો ત્યાગ કરવો.
ભાવાર્થ-જે સાધુ પુરૂષે છે, તેમણે શરીર શોભાવવા નિમિતે કઈ પણ પ્રકારને શૃંગારી વેશ ધારણ કરે નહિ. આ જે નવ બાબત છે, તે બ્રહ્મચર્યનું રક્ષણ કરવાની નવ વાડ છે, માટે તેમાં અતિચાર ન લાગે તે રીતે પાળવી. કારણ કે મોહને ઉત્પન્ન કરવાના આ નવ પ્રબળ સાધન છે.
तथा तत्त्वाभिनिवेश इति ॥४९॥ અર્થતત્વને વિષે અત્યંત આદર રાખે.
ભાવાર્થ-જ્ઞાન, દર્શન અને ચારિત્રની જેથી પુષ્ટિ થાય, તેવાં ધર્મ કાર્યોમાં બહુજ ભાવ રાખે. પોતાનાથી જે બની શકે તેવાં હેય, તે કરવા તે તત્પર થાય, અને જે પિતાને હાલ અશકય લાગતાં હોય તેમાં ભાવ રાખે, એટલે તે આદરવાને હું કયારેય શક્તિમાન થઉં એવી ઉચ્ચ ભાવના ભાવે. શકય અનુષ્ઠાનમાં પ્રમાદ ન કર અને અશકય અનુષ્ઠાનને પ્રારંભ ન કરે, પણ તે સંબંધી ભાવ રાખ એજ સાર છે.
तथा युक्तोपधिधारणमिति ॥५०॥ અર્થ–પિતાને ઉચિત ઉપધિ (ઉપકરણ) ધારણ કરે.
ભાવાર્થ-શાસ્ત્રમાં જેટલું પ્રમાણ વર્ણવેલું છે, તેટલા પ્રમાણુવાળા ઉપકરણ હોવા જોઈએ. લે કે જેની નિંદા ન કરે, અને પિતાને તથા પરને રાગ–મમતા ઉતપન્ન ન થાય તેવા વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણ સાધુ રાખે; જેટલા ઉચિત હોય તેટલા રાખે, વધારે