________________
૩૩૦ ]
ધમબિન્દુ જેની તેને તેના શરીર તથા ઈન્દ્રિો ઉપર કેટલે અંશે સંયમ છે તેથી યથાર્થ ખબર પડે. तथा क्षेत्रादिशुद्धौ वन्दनादिशुद्धया शीलारोपणमिति ॥३२॥
અર્થ-ક્ષેત્ર વગેરેની શુદ્ધિ કરી, વદન આદિની, શુદ્ધિથી શીયલનું આરોપણ કરવું.
ભાવાર્થ –પ્રથમ જે સ્થળે દીક્ષા આપવાની હોય, તે ભૂમિની તથા દિશાઓની શુદ્ધિ કરવી; પછી મૈત્યવંદન તથા કાર્યો સ કરવવાં અને પછી સાધુને વેષ આપવો. આવા પ્રકારના સુંદર આચારથી શીલનું આરોપણ કરવું. શીલ એટલે આ સ્થળે સામાયિક સમજવું.
ગુરૂએ દીક્ષા લેનારને કરેમિભતે સામાયિયં” વગેરે દંડકના પાઠ કહી દીક્ષા આપવી. ક્ષેત્રશુદ્ધિથી શેરડીનું વન વગેરે જ્યાં આવેલું હેય, તેવી જગ્યા સમજી લેવી. શાસ્ત્રમાં કહ્યું. છે કે શેલડીનું વન ડાંગરનું ક્ષેત્ર, પદ્મસરેવર, ફુલવાળા વનને ભાગ, ગભીર શબ્દ કરતુ અને પ્રદક્ષિણાકારે વહેતું–જળાશય, આટલા સ્થળેની સમીપમાં દીક્ષા આપવી. પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ શિષ્યને બેસાડી દીક્ષા આપવી. અથવા જે દિશામાં કેવળજ્ઞાની વિચારતા હોય, અથવા જિનેશ્વર ભગવાનનાં ચૈત્ય આવેવાં હોય તે દિશા સન્મુખ દીક્ષા લેનારહું મુખ રાખી દીક્ષા આપી. असङ्गतया समशत्रुमित्रता शीलमिति ॥ ३३ ॥
અર્થ—અસંગપણે (પ્રતિબન્ધ રહિતપણે) શત્રુ તથા મિત્ર પ્રતિ સમભાવ રાખવો તેનું નામ શીલ સમજવું. | ભાવાથ–સંગ એટલે આસક્તિમમત્વ, રાગ એટલે મારાપણની બુદ્ધિ તેથી ઉપજતા રાગદ્વેષને ત્યાગ કરી સાધુએ મિત્ર તથા શત્રુને સરખા ગણવા. એટલે આ મારા સંબંધને છે, માટે તેમને મિત્ર ગણવા, અને આ મારા સંબંધના નથી માટે તેમને શત્રુ ગણવા