________________
અધ્યાય
[ ૩૨૯
નથી. માટે દક્ષાનું ફળ બતાવી તે ફળ મેળવવાના કારણરૂપ દીક્ષા લેવામાં તેને ઉત્સાહ વધારો.
तथा अनन्तरानुष्ठानोपदेश इति ॥ ३० ॥ અથ–પછી કરવા યોગ્ય અનુષ્ઠાનને ઉપદેશ આપે.
ભાવાર્થ –દીક્ષા લીધા પછી શિષ્ય ગુરૂ પ્રત્યે કેમ વર્તવું, ધર્મક્રિયા કેમ કરવી ગુરૂ સમીપે રહી ગુરૂની આજ્ઞા અનુસાર કેવી રીતે વર્તવું, વગેરે બાબતો જે આગળ સવિસ્તર કહેવામાં આવશે તેને બોધ પ્રથમથી જ આપવો.
આમ કરવાનું કારણ એ લાગે છે કે જે આ સર્વ સાંભળી તે દીક્ષા લેવા આવનારનું મન ડગી જાય તો સમજવું કે તેનામાં હજુ ખરા વૈરાગ્ય જાગૃત થયેલો નથી. અને વખત જતાં તે વૈરાગ્યને ઉપજાવનારાં કારણે અદશ્ય થતાં વૈરાગ્ય પણ અદશ્ય થઈ જવાને “ઘણે ભાગે સંભવ છે; માટે આ રીતે શિષ્યની પરીક્ષા પણ કરવી.
तथा शक्तितस्त्यागतपसीति ॥ ३१ ॥ અથ-શિષ્યની શક્તિ પ્રમાણે ત્યાગ તથા તપ કરાવવાં.
ભાવાર્થ:–ત્યાગ એટલે દાન. દીક્ષા લેનાર શિષ્યની શક્તિ અનુસાર સ-માર્ગમાં ધન વ્યય કરાવ. દેવ, ગુરૂ, સંધની ભક્તિના કાર્યમાં તેમજ જ્ઞાનના કાર્યમાં, તેમજ સ્વામી ભાઈઓનું દુઃખ દૂર કરવામાં વગેરે જે જે સન્માર્ગો લાગે, તેમાં દીક્ષા લેનારે પિતાની સ્થિતિ અને શક્તિ પ્રમાણે ધનનો સદ્વ્યય કરે. જે થોડા પણ ધનને ત્યાગ કરી શકે નહિ, તે માણસથી અપરિગ્રહ વ્રત જે સર્વ વસ્તુના ત્યાગરૂપ છે તે કેમ પાળી શકાશે એ સંશય રહે છે. માટે ત્યાગ કરવાની બુદ્ધિ તેનામાં સતેજિત કરવી જોઈએ. તેમજ તેના શરીરની સ્થિતિ અનુસાર ઉપવાસ આયંબિલ આદિ તપ કરાવો કે