________________
૩૨૮ ]
ધબિન્દુ
ભાવાર્થ:—દીક્ષા આપવાનું શુભ મુદત્ત જોવુ. તેમાં તીર્થ, નક્ષત્ર વગેરેના અનુકૂળ યાગ હોય તેવા સમય પસંદ કરવા. ગણિત વિદ્યા નામના યાતિષ વિદ્યાને લગતા ગ્રંથમાં આ સંબંધમાં કહેલુ છે કેઃ
ત્રણ ઉત્તરા નક્ષત્ર ( એટલે ઉત્તરાષાઢા; ઉત્તરા ભાદ્રપદ, અને ઉત્તરા ફાલ્ગુની) અને રોહીણી એ ચાર નક્ષત્રને વિષે શિષ્યને દીક્ષા આપવી તથા ગણીપ, અથવા વાચકપદની અનુજ્ઞા તથા મહાવ્રતની આપણા પણ એ થિમાં જાણવી. વળી દીક્ષા ગ્રહણ કરવામાં ચતુર્દશી, પૂર્ણિમા અષ્ટમી, નવમી, ષષ્ઠી, ચતુથી, દ્વાદશી (બારસ) એટલી શુકલ તથા કૃષ્ણ એ પક્ષની તિથિએ ત્યાગ કરી અન્ય તિથિએ અનુકૂળ છે.
તથા ઉ૫યતઃ દાયવાનનૈમિતિ ॥ ૨૮ ॥ અ`:—પૃથ્વીકાય વગેરેનુ રક્ષણ કરે તેવા ઉપાય
જણાવવા.
ભાવા:-જે માણસ દીક્ષા લેવા તત્પર થયેલા છે, તે માણસ અકાયના જીવાની રક્ષા કરવા આતુર હવા જોઈએ. માટે પૃથ્વી પાણી તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયના જીવાની રક્ષા તે કરે, તેવા અભ્યાસ પડાવવા જોઇએ કે દીક્ષા લીધા પછી તેને તે બાબત સુગમ થાય; અને દીક્ષા લીધા પછી તે પાળી શકશે કે નિહ તેની પણ ખાતરી આ રીતે થઈ શકે.
तथा भाववृद्धिकरणमिति ॥ २९ ॥
અ:—દીક્ષા લેવાના ભાવની વૃદ્ધિ કરવી.
ભાવાર્થ :-દીક્ષાથી આવા પ્રકારના ઉત્તમ લાભ છે; એવાં વચના કહી તેના દીક્ષા લેવાના ભાવની વૃદ્ધિ કરવી. સાધ્ય અથવા ફળ સમજ્યા વિના આ જગતમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ થતી