________________
અધ્યાય-૪
[ ૩૩૧ આવા વિચાર સાધુએ રાખવા નહિ. તેને મન તો સર્વ સરખા હેવા જોઈએ. કારણકે સર્વેમાં આત્મા છે. આવો જે સમાનભાવ તે શીલ સમજવું. આ શીલતે પિતાના મનના ભાવ ઉપર આધાર રાખે છે, અને પ્રથમ કહ્યું કે ક્ષેત્રની શુદ્ધિવડે શીલનું આરોપણ કરવું માટે તે શી રીતે ઘટી શકે ? તેને પ્રત્યુત્તર શાસ્ત્રકાર આપે છે -
__अतोऽनुष्ठानात्तद्भावसंभव इति ॥ ३४ ॥
અર્થ એ અનુષ્ઠાનથી શીલના ભાવને સંભવ છે.
ભાવાથ દ્રવ્યક્રિયા તે ભાવક્રિયાના કારણભૂત છે, અને તેથી શીલ આરોપણની ક્રિયાથી શીલના ભાવની ઉત્પત્તિ થાય છે. અને પ્રથમ જે મનમાં તેવા ભાવ હોય, તો તેમાં વૃદ્ધિ થાય છે.
માણસ સારી ક્રિયા કરવા બેસે તો સારા ભાવ ઉત્પન્ન થાય, એવું ઘણે ભાગે બને છે. જે માણસ બીજાને દાન આપે તે વખતે ઘણે ભાગે પરનું ભલું કરવાની ઉદારવૃત્તિ તેનામાં ખીલે છે અને જે તે વૃત્તિ પ્રથમથી જ હેય તે તેને પુષ્ટિ મળે છે. બાહ્યશુદ્ધ કારણે. પણ કેટલેક અંશે અંતરશુદ્ધિ રૂ૫ કાર્યને સહાયકારક થાય છે, એ. બાબત વિસરવી ન જોઈએ.
તથા તાવાર રેતીતિ ૫ રૂ૫ / અર્થ–તે શિષ્ય પાસે તપેગ કરાવવો.
ભાવાર્થ-વિધિ પ્રમાણે દીક્ષા લીધેલા શિષ્ય પાસે આયં. બિલ ઉપવાસ એ તપ કરાવો; કારણ કે તે તપ જે મર્યાદામાં રહીને કરાવવામાં આવે છે, તો તે ઈન્દ્રિયોને, મનને સ્વાધીન કરે છે અને ઈચછાને રોધ થાય છે.
આ રીત પતિવ્રત ધારણ કરવાની વિધિની સમાપ્તિ કરતા ગ્રન્થકાર લખે છે કે –