________________
અધ્યાય-૪
[ ૩૨૫
ત્યા છતાં તેનું મન જો ડગે એમ લાગતું હોય તા પણ તેની નિપુણ રીતે પરીક્ષા કરવી. કહ્યું છે કેઃ
――
असत्याः सत्यसंकाशाः सत्याश्चासत्यसन्निभाः । हृदयन्ते विविधा भावास्तस्माद्युक्त परीक्षण ॥
કેટલાક અસત્ય પદાર્થોં સત્ય જેવા જાય છે, અને કેટલાક સત્ય પદાર્થોં અસત્ય તુલ્ય જણાય છે.
આ પ્રમાણે વિવિધ પ્રકારના તત્ત્વ જાય છે, માટે (સત્ય શું અને અસત્ય શુ' તેની) પરીક્ષા કરવી.
अतथ्यान्यपि तथ्यानि दर्शयन्त्यति कौशलाः । चित्रे निम्नोन्नतानीव चित्रकर्मविदो जनाः ॥ જેમ ચિત્ર કમ તે જાણનારાએ (ચિતારા) ચિત્ર વિષે નીચા તથા ઉંચા ભાવ દેખાડી શકે છે; તેવી રીતે કુશળ પુરૂષ! અસત્ય બાબતાને પણ સાચી કરી દેખાડે છે. ચિત્રમાં કાંઈ ઉચ્ચ ભાગ તથા નીચાણવાળા ભાગ નથી. છતાં ચિતારા એવી ખુબીથી ચિતરે છે કે પ્રેક્ષકને અમુક ભાગ ઉંચા અને અમુક ભાગ નીચાણવાળા જણાય છે. તેવીજ રીતે કપટકળામાં પ્રવીણ મનુષ્યા એવા ડાળ રાખે કે જે ગુણુ પાતાનામાં ન હેાય, તે ગુણુ પોતે ધરાવે છે એવું બીજા સમજે. માટે એકદમ દીક્ષા ન આપતાં પરીક્ષા કરવી.
તેનામાં જ્ઞાન, દર્શીન, અને ચારિત્રના અતર્યંત ધ્રુવા ભાવ વર્તે છે, તેની જુદા જુદા ઉપાયાથી પરીક્ષા કરવી. પરીક્ષાના કાળ શાસ્ત્રકારે છ માસના રાખ્યા છે. પાત્ર અપેક્ષાએ તે સમયમાં ઘટાડા તથા વધારા કરી શકાય. એટલે ક્રાઈના બાર માસ સુધી પણુ પરીક્ષા કરવી પડે, અને કાઇને બે માસમાં પણ દોક્ષા આપી શકાય, પણ સામાન્ય નિયમ આ કામ માટે છ માસનેા છે.
વળી ઉપધાન ન વહન કર્યું. હાય, તે પણ મેાઢેથી સામાયિક સૂત્ર ભણાવવું. અને પાત્ર અપેક્ષાએ બીજુ સૂત્ર પણ ભણાવી શકાય.