________________
૩૨૬ ]
ધમબિન્દુ તથા ગુનાઘતિ | ૨૩ . અર્થગુરૂજનની આજ્ઞા ગ્રહણ કરવી.
ભાવાર્થ--દીક્ષા ગ્રહણ કરનારે માતપિતા, બહેન, ભાઈ, સ્ત્રી, પુત્ર વગેરેની સંમતિથી દીક્ષા લેવી એવો વિધિ છે. આપણું પરમ પૂજ્ય ચોવીસમા તીર્થંકર શ્રીમાન મહાવીર સ્વામી ભગવાને માતપિતાને દીક્ષા લેવાથી દુઃખ થશે એવા ભયથી જ્યાં સુધી તેઓ જીવતા રહ્યા ત્યાં સુધી દીક્ષા લેવાને શબ્દ સરખો ઉચ્ચાર્યો ન હતો, અને માતપિતાના મરણ પછી પોતાના ભાઇની આજ્ઞા માગી, અને જ્યારે ભાઈએ કહ્યું કે “માતપિતાને વિયોગ તાજેજ છે, અને તેથી હું દુઃખી છું. તે દુઃખમાં આપના વિયેગથી ઉમેરે થશે. માટે હાલમાં દીક્ષા લેવાને વિચાર માંડી વાળે ત્યારે વડિલ બંધુની આજ્ઞા પાળવા બીજા બે વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા; મોટા પુરૂષ જે માગે ચિાલે તે પ્રમાણે બીજાએ ચાલવા પ્રેરાય, તે હેતુથી જ મહાવીર ભગવાને પિતાના આચારથી લેકેને દષ્ટાન આપ્યું કે માતપિતા તથા સ્વજનની અનુમતિથી દીક્ષા લેવી. આ ગ્રંથકારેજ રચેલા અષ્ટકમાં માતૃપિતૃભક્તિના અષ્ટકમાં શ્રી હરિભદ્રસૂરિ લખે છે કે –
દીક્ષા સર્વ પ્રાણીને હિત કરનારી ગણવામાં આવેલી છે માટે જે દીક્ષા માતપિતાને ઉગ કરાવનારી હોય તે ન્યાયુક્ત ગણાય નહિ.” માટે માતૃપિતૃ તથા સ્વજનની અનુમતિ મેળવીને જ દીક્ષા લેવી. * ___ * अत्र श्रीहरिभद्रसूरिः दीक्षाप्रतिबन्धकेषु मातृपितृस्वजनादिषु दीक्षामिच्छुना पुत्रेण किं कर्तव्यम् तद् वर्णयाति । दुरुपयोग संभवात्तु तन्न विशदीक्रियते । किंतु ग्रन्थकर्तुर्वचनानि टीकाकारेण भाषांतरकारेण वा त्यक्तुं न युज्यन्ते । तस्मात्तान्यत्र टिप्पण्यां लिख्यन्ते तथातथोपधायोगः । दुःस्वप्नादिकथनम् । विपर्ययलिङ्गसेवा । दैवतैस्तथातथा निवेदनम् । न धर्मे माया । उभयहितभेतद् । यथाशक्तिसौंविहित्यापादनम् । म्लानौषधादिज्ञातात्याग इति ।