SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪] ધર્મબિન્દુ થવાને દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છા રાખું છું, તે તે શુદ્ધ પ્રશ્ન થયે સમજ.. પછી ગુરૂએ નીચે પ્રમાણે શિષ્યને બોધ આપ. આ દીક્ષાના માર્ગ કાયરને માટે નથી પણ શરીરને માટે છે, માટે તારે વીરવ દેખાડવું; પણ હીંમત હારવી નહિ. જે લેકેએ વ્રત લીધાં છે તે લોકોને આ. ભવમાં તથા પરભવમાં અનેક પ્રકારને લાભ થાય છે; પણ આ સંબંધમાં એક બાબત અવશ્ય બહુ મનન કરવા જેવી છે કે જિનેશ્વરની આજ્ઞા અનુસાર વર્તન કરવામાં આવે, તે જેમ અનંત લાભ થાય એટલે મોક્ષ પ્રાપ્તિ થાય, તેમ જે સંયમ ગ્રહણ કરી તે પ્રમાણે ન ચાલવામાં આવે તો તે આજ્ઞા અનંત દુ:ખને ઉત્પન્ન કરવાવાળી થાય છે. એક માણસને કઢને રોગ થયેલો છે, તેથી તે બહુ હેરાન થાય છે, હવે તે રોગને દૂર કરવા ઔષધનું ભક્ષણ કરે છે; પણ ઔષધ ભક્ષણ કર્યા પછી ચરી ન પાળે તે સામાન્ય રીતે ધીમે ધીમે તેને નાશ થાત, તેના કરતાં ઔષધ ખાધેલું હોવાથી તેને ઝટ નાશ થાય છે, તેવી રીતે કર્મરૂપ વ્યાધિને નાશ કરવા માણસ સંયમરૂપ ઔષધનું પાન કરે, પણ પછી જે અસંયમરૂપ અપશ્ય વસ્તુ ગ્રહણ કરે તો તે અધિક કમને ઉપાર્જન કરે છે. એટલે દીક્ષા લીધા અગાઉ જે કર્મ તે ઉપાર્જન કરતા હતા તેના કરતાં દીક્ષા લઈ અસંયમ માર્ગ સેવન કરવાથી વધારે કર્મ ઉપાર્જન કરે છે આ પ્રકારે સાધુના આચારનું તેની આગળ વર્ણન કરવું, આ સાંભ * When once the threshold of nature is reached, the confusion and vacci!ation about the initiate begins to lessen, and calm decision to take their place. It this decision be for good and for higher ideal, the forces of will and mentality increase enormously. An occult student, if true, can never be fain tror half-hearted, nor can her eturn, when once he has passed ths thres-hold,
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy