________________
૩૨ ]
ધર્મ બિન્દુ ભાવાર્થ – દરેક માણસ સર્વગુણ સંપૂર્ણ નથી. દીક્ષા લેનાર તથા આપનારમાં ભલેને કઈ ગુણની ખામી હોય, પણ જે ગુણ બહુ હેય તે તે યોગ્ય જ ગણ, કારણકે બહુ ગુણથી તે અવ ગુણ સ્વયમેવ નાશ પામશે, માટે ચોથે ભાગ ઓછો હોય, અથવા અર્ધગુણ હોય તે તેની ચિંતા કરવી નહિ. એ સુરગુરૂ બહપતિને અભિપ્રાય છે. - સર્વવપનમિતિ પિન રતિ રા
અર્થ જે જેને ઘટે તેણે તે આદરવું એ સિદ્ધસેન સૂરિને મત છે. | ભાવાથ–બુદ્ધિમાન પુરૂષો કવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જે એગ્ય ધારે તે કરવું; અર્થાત્ જે બુદ્ધિમાન પુરૂષને અમુક બાબત ઠીક લાગતી હોય તે તે પ્રમાણે ચાલવામાં કાંઈ બાધ નથી. એવો સિદ્ધસેન નામના આચાર્યને અભિપ્રાય છે. આવી રીતે સ્વપર દશ અન્ય આચાર્યોના અભિપ્રાય જણાવી હવે શાસ્ત્રકાર પિતાને મત દર્શાવે છે –
भवन्ति त्वल्पा अपि असाधारणगुणाः कल्याणोत्कर्षसाधका इति ॥ २१॥
અર્થ-અસાધારણ ગુણ અ૫ હોય તે, કલ્યાણ અને ઉત્કર્ષને સાધવાવાળા છે.
ભાવાર્થ-જે સામાન્ય મનુષ્યમાં દેખાતા નથી તે અસામાન્ય અથવા અસાધારણ ગુણ કહી શકાય. તેવા ગુણ બહુ થોડા હેય તે પણ તેઓ ઘણું કલ્યાણ સાધી શકે. કારણકે તેમનામાં બીજા ગુણોને આકર્ષવાનું સામર્થ્ય રહેલું છે, માટે પ્રથમ જે જણાવ્યું કે ચોથા ભાગના ગુણ એવા હેય અથવા અધગુણ હોય તેવા પુરૂષો ચોગ્ય થઈ શકે.