________________
૩૧૬ ]
ધમબન્દુ જોઈએ, એટલે પિતાની મેળે કોઈ આચાર્ય પદ લઈ બેસે તે તે માન્ય થઈ શકે નહિ, એમ ટીકાકારને કહેવાનો આશય છે. - આ રીતે દીક્ષા આપનારના પંદર ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે. દીક્ષા લેનારના સોળ ગુણ તથા દીક્ષા આપનારના પંદર ગુણ જે કહેવામાં આવ્યા તે ઉત્સર્ગ માગે છે, પણ એવા ગુરૂ અને એવા શિષ્યને સંગમ થ દુર્લભ છે, માટે શાસ્ત્રકાર આ સંબંધમાં અપવાદ માર્ગ બતાવે છે.
ઘાણીની મધ્યમાંવિતિ | ક |
અર્થ -ચેથા ભાગના અને અર્ધા ભાગના ગુણરહિત હોય તે મધ્યમ અને અવર (જઘન્ય) જાણવા. - ભાવાર્થ-પૂર્વે જે ગુણે કહ્યા તે સર્વગુણ હેય તે તે દીક્ષા આપનાર તથા લેનાર ઉત્તમ જાણવા, પણ જો તેમાંથી થાં "ભાગના ગુણ ઓછા હોય તે મધ્યમ જાણવા અને અધ ભાગનાગુણ ઓછા હોય તે જધન્ય જાણવા. -
હવે આ સંબંધમાં ધર્મશાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન મત છે; . કેટલાક કહે છે કે જે ઉપર જણાવેલા સર્વ ગુણ દીક્ષા આપનાર તથા લેનારમાં હોય, તેજ તેઓ દીક્ષા આપવા તથા લેવાને અધિકારી છે વળી બીજાઓના વિચાર પ્રમાણે ઓછા ગુણ પણ મળી શકે; આમ જુદા જુદા દશ વિદ્વાનોના અભિપ્રાય નીચે ટાંકવામાં આવ્યા છે તે પછી ગ્રંથકાર પોતાનો અભિપ્રાય જણાવે છે.
नियम एवायमिति वायुरिति ॥६॥
અર્થ-દીક્ષા લેનાર તથા દીક્ષા આપનારમાં ઉપર જણાવેલા સોળ તથા પંદર ગુણ અવશ્ય હોવા જ જોઈએ એ વાયુ નામના આચાર્યને મત છે.