________________
૩૧૪]
ધમબિન્દુ તે તે અવગુણ શિષ્યમાં પણ ઉતરી આવવાને ભય રહે છે; માટે યોગ્ય રસ્તે શાસનની ઉન્નતિ કરનાર ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરવી.
૮. સર્વ પ્રાણી માત્રના હિતમાં તે મશગુલ હે જોઈએ. જે જે માર્ગે જેનું કલ્યાણ થઈ શકે છે તે માર્ગ બતાવીને પ્રાણ માત્રનું જેથી હિત થતું હોય તેવા કાર્યમાં પ્રવૃતિ કરનાર તે હે જોઈએ. સર્વ પ્રાણી ઉપર મૈત્રીભાવ હેવો જોઈએ; અને કેઈપણ પ્રાણીનું અહિત થાય તેવા માર્ગને ઉપદેશક હો ન જોઈએ.
૯. તેના વર્તનની તેમજ વિચારની એવી ઉત્તમતા હેવી જોઈએ કે દરેક માણસ તેનું વચન માન્ય રાખે; તે જે કહે છે તે. આપણું હિતનું અને સત્યજ હોવું જોઈએ એ જેના વિષે લોકેને ઉચ્ચભાવ હેય, તે દીક્ષા આપવાને લાયક છે.
૧૦. આ જગતમાં મનુષ્યો વિચિત્ર વિચિત્ર સ્વભાવના છે. બધાના વિચાર એકસરખા હોઈ શકે નહી. માટે પોતાના વિચારથી કેઈ વિરૂદ્ધ વિચારવાળે આવે તે તેને એકદમ તોડી પાડવાને બદલે પ્રથમ શાંતચિત્તથી તેની વાત સાંભળવી, તેના વિચારમાં જે સત્યતા હોય, તે પ્રથમ જણાવવી, અને પછી અસત્ય ભાગ કેટલું છે તે દર્શાવો. અને આ પ્રમાણે તેની પ્રીતિ મેળવીને તેને બીજા ગુણ શીખવવા. આ ગુરૂ અનુવક કહેવાય છે. એટલે સર્વ સાથે. મૈત્રીભાવ રાખે અને સધ આપે. ( ૧૧. તે ગંભીર હોવા જોઈએ, જે ગંભીર હૃદયને સાધુ ન હોય, અને કેઈએ પ્રાયશ્ચિત્ત નિમિતે કહેલી પોતાની છાની વાત બીજા. આગળ પ્રકટ કરે, તે તેમાં આપઘાત વગેરે મહા અનર્થ થવાને, સંભવ રહે છે, સુખ દુઃખ વખતે તેણે ફુલાઈ જવું તેમજ અતિ ખિન્ન થવું જોઈએ નહિ, પણ તે સર્વ ક્ષણિક છે એમ વિચારી મનનું સમતલપણું જાળવી રાખવું જોઈએ.
૧૨. વિવાદ રહિત હે જોઈએ. પરિસહ સહન કરતાં તેના